(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૨
પંજાબ હરિયાણના અને કર્ણાટકથી મોટી માત્રામાં ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂ ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ કરતા ટ્રક ચાલકને ટ્રક સાથે કરજણ તાલુકાનાં ભરથાણા ટોલ નાકા પાસેથી કરજણ પોલીસે ઝડપી પાડયો હતો.
અલીગઢ ઉત્તરપ્રદેશના કરણપુર ગામે રહેતો ટ્રક ડ્રાઇવર રાકેશકુમાર કંચનસિંહ કડેરે પંજાબ, હરિયાણાથી ટ્રકમાં એમીનો એસિડ નામાં પાવડરની થેલીઓ ભરીને ડીલીવરી માટે નિકળ્યો હતો. આ ટ્રક ચાલકે ટ્રકમાં ભરેલ એમીનો એસીડનાં પાવડરની થેલીઓમાં દારૂની પેટીઓ છુપાવી તેના ઉપર તાડપત્રી ઢાંકી બાંધીને દારૂનો જથ્થો લઇને ગુજરાતનાં નેશનલ હાઇવે પર પસાર થઇ રહ્યો હતો. કરજણના ભરથાણા ટોલનાકા પાસે ટ્રકનું ચેકીંગ કરવામાં આવતા ટ્રકમાં થેલીઓ વચ્ચે દારૂની સંતાડેલી પેટીઓ મળી આવી હતી. કરજણ પોલીસ દોડી આવ્યચા બાદ પોલીસે ટ્રકની સઘન તપાસ કરતાં દારૂની પેટીઓ સાથે કિંમત રૂા.૨૭.૪૦ લાખનો દારૂ ૮.૪૭૨ નંગ બોટલોનો જથ્થો મળી આવ્યો હતો.
ચોેકી ઉઠેલી પોલીસે દારૂનો જથ્થો એમીનો એસીડ પાવડરની થેલીઓ તથા ટ્રક કબ્જે કરી હતી. તેની સાથે ટ્રકના ડ્રાઇવર રાકેશ કડેરેની ધરપકડ કરી હતી. જ્યારે તેના સાથી સોનું બનિયા ભાગી ગયો હતો. પોલીસે ડ્રાઇવર તથા તેના સાથી સોનુ બનિયા ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.