(સંવાદદાતા દ્વારા) કોડીનાર, તા.૧૪
કોડીનાર પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ૩૯૦ લિટર દેશી દારૂ સાથે રને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
કોડીનાર પોલીસના કે.ડી.પરમાર, ભરતભાઈ, ધર્મેન્દ્રસિંહ, વિપુલભાઈ, વિશાલભાઈ સહિતના નાઈટ પેટ્રોલિંગમાં હતા ત્યારે જૂનાગઢથી દેશી દારૂ ભરીને સેન્ટ્રો કાર આવી રહી હોવાની બાતમી મળતા મૂળ દ્વારકા રોડ બરડા ચોકડી નજીક વોચ ગોઠવી સેન્ટ્રો કાર નં. જીજે ૦૩ બીએ પ૮ને રોકાવતા કાર ચાલકે ગાડીને પૂરપાટ હંકારી મૂકતા પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી રોકાવતા કારચાલક અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો જ્યારે કારમાં સવાર જૂનાગઢના સંદીપ ઉર્ફે ગીની મેરામણ અને ચના ઉર્ફે ટીનો દેવા મોરીને ૩૯૦ લિ. દેશી દારૂ સહિત કુલ રૂા.૧,૧૦,૮૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી આ જથ્થા અંગે પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો જૂનાગઢના સરમણ હમીર કટારાએ કોડીનારના મુકેશ ઉર્ફે મનુ કોળીને મોકલતો હોવાનું જણાવતા પોલીસે કારચાલક સહિત ઉપરોક્ત બંને બુટલેગરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.