વલસાડ, તા.૨૪
વલસાડમાં ટ્રાવેલ્સની આડમાં લઈ જવાતો દારૂ ઝડપાયો છે. ભિલાડ પોલીસે ૨.૫૦ લાખનો મહારાષ્ટ્રનો દારૂનો જથ્થો ઝડપ્યો છે. ટ્રાવેલ્સ બસમાં સીટ નીચે દારૂ ગોઠવી તસ્કરી કરવામાં આવતી હતી. ભિલાડ પોલીસે બસ ચાલક સહિત ૭.૫૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મહારાષ્ટ્રથી દારૂ ભરી આવતી મીની ટ્રાવેલ્સની બસમાં સીટ નીચે દારૂ છૂપાવી બસનો ચાલક ગુજરાતમાં દારૂની હેરાફેરી કરતો ઝડપાયો છે. ભિલાડ પોલીસે બસ સાથે ચાલકની ધરપકડ કરી છે. જેમાં ૭ લાખ ૫૨ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.