(સંવાદદાતા દ્વારા) લુણાવાડા,તા.૧૩
રાજસ્થાનના પૂનાવાડા તરફથી આવતી વિદેશી દારૂ ભરેલી સ્વીફટગાડીને આરોપી સાથે પકડી ૩,૪૧,૪૦૦/- રૂા.નો કેસ મહિસાગર એલ.સી.બી. પોલીસે કર્યો છે.
મહિસાગર-લુણાવાડા એલ.સી.બી સ્ટાફે ડીટવાસ પોસ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા. દરમ્યાન ઇ.ચા પો.ઇ.શ્રી એચ.એન પટેલને મળેલ બાતમી મુજબ રાજસ્થાન રાજયના પુનાવાડા બાજુથી બપોરે એક સફેદ કલરની સ્વીફટ ગાડી નંબર જીજે ૨૭ બી.એલ ૪૫૫૯ની માં ઇગ્લીશ દારૂ ભરી ડીટવાસ તરફ આવતાં ચોકડી ઉપર આડાશ કરી નાકાબંધી કરેલ. દરમ્યાન તેને ઉભી રાખવા ઇશારો કરતા તેના ચાલક ડ્રાયવરે પોલીસને ચકમો આપી કડાણા બાજુ નાસવા લાગેલ. જેથી ખાનગી ગાડીથી તેનો પીછો કરતા ચાલક ડ્રાયવરે તેની ગાડી અંધારી ચેાકડીથી કડાણા ડેમ બાજુ હકારેલ અને ત્યાથી સુજલામ સુફલામ કેનાલ ઉપર થઇને પાછો કરવાઇ બાજુ હંકારતા ડીટવાસ પો.સ્ટેશનના આ.પો.કો અનિલકુમારે ફોનથી નાકાબંધી કરવા જાણાવતા કરવાઇ ચોકડી ઉપર આડાશ મુકી નાકાબંધી કરેલ. જેથી પોલીસની નાકાબંધી જોઇ તેની ગાડી મુકી નાસવા લાગેલો હતો.જેથી પોલીસના માણસોએ દોડીને ગાડીના ડ્રાયવરને પકડી પાડેલ. જેનુ નામઠામ પુછતા દીપકસિંહ સીતારામ ખટીક. મુળ રે. મોરાજ તા.જયપુર, (રાજ) હાલ રે.અમદાવાદ ૧૨૩ રામરાજય નગર સંતોષીનગરની બાજુમા રબારી કોલોની ઓઠવ હેાવાનુ જણાવ્યું હતું.તેના કબજાની સ્વીફટ ગાડીમાં તપાસ કરતા ગાડીમાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૭૨૮ જેની કુલ કિમંત રૂા.૩૬૪૦૦/- તથા સ્વીફટ ગાડીની કિંમત રૂા.૩,૦૦,૦૦૦/- તથા એક મોબાઇલની કિંમત રૂા.૫૦૦૦/- મળી કુલ રૂા.૩,૪૧,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.