અમરેલી, તા.ર૭
અમરેલીના પાણીયા ગામેથી પોલીસે દારૂ તથા જુદા જુદા ૫ ફોરવહીલ તેમજ ૧બાઈક સહિતના વાહનો તેમજ ૬ મોબાઈલ મળી કુલ રૂપિયા ૧૬.૮૨ લાખનો મુદામાલ જપ્ત કરેલ હતો.
અમરેલીના પાણીયા ગામે જુદા જુદા વાહનોમાં દારૂનો મોટો જથ્થો સપ્લાઈ થવાનો હોવાની બાતમી મળતા એલસીબી પીઆઇ ડી.કે. વાઘેલા તેમજ સ્ટાફે પાણીયા ગામના વનરાજ રાણીગભાઇ હુદડની વાડીમાં રેડ પાડતા વાડીની ઓરડીમાં વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની જુદી જુદી બોટલ નંગ ૫૦૧ કિંમત રૂપિયા ૧ લાખ ૫૦ હજાર ૩૦૦નો કબ્જે લીધેલ હતો જયારે આ દારૂ અમરેલીના જુદા જુદા દારૂના ધંધાર્થીઓને કટિંગ કરી સપ્લાઈ થવાનો હતો ત્યારેજ પોલીસે રેડ પાડી મોટો જથ્થો ઝડપી લીધેલ હતો અહીંથી દારૂ સપ્લાઈ માટે જુદા જુદા ચાર ફોર વ્હીલ વાહનો ઇનોવા, વહુન્ડાઈ, વેગનઆર, મહિન્દ્રા કેયુવિ, અને ૧ સ્પ્લેન્ડર સહિતના વાહનો મળી કુલ રૂપિયા ૧૬ લાખ, ૮૨ હજાર ૩૦૦નો મુદ્દમાલ જપ્ત કરેલ હતો, જયારે વાડી મલિક વનરાજ રાણીંગ હુદડ રેડ દરમ્યાન મળી આવેલ ના હતો તેની સામે ગુન્હો નોંધી તેમજ પકડાયેલ વાહનો મલિક સામે પણ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.