જૂનાગઢ,તા.રપ
વંથલી પોલીસ સ્ટાફે વંથલીના લાયન્સનગર ખાતે ભરતભાઈ હમીરભાઈ કોડીયાતરના મકાનના વાડાની ઓરડીમાં દરોડો પાડ્યો હતો. આ તકે ટોયોટા કવાલીસ નં. જીજે-૧૧-એએ-૪૯૯૧માં ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટી નંગ-૭૭ તથા છુટક બોટલો વગેરે મળી બોટલ નંગ-૪૭૦ તથા અન્ય દારૂની બોટલ નંગ-૪૯ર મળી કુલ કિં.રૂા.૩,૮૪,૮૦૦નો દારૂ તથા મોબાઈલ-૧ તથા ફોર વ્હીલ ટોયોટા કવાલીસ મળી કુલ રૂા.૪,૮પ,૪૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે. આ બનાવની વધુ તપાસ વંથલીના એએસઆઈ એમ.આર.ડવ ચલાવી રહ્યા છે.