અમરેલી તા.૮
બાબરા તાલુકાના ઉંટવડ ગામે જુજરભાઈ નુરુદીનભાઈ ત્રવાડીના પથ્થરના ભડિયામાં કર્ણાટક રાજ્યોનો બેંગ્લોર શહેરના પાસીંગનો ટ્રક નંબર કે.એ ૦૧ કે ઈ-૫૮૫૬ નંબરના ટ્રકમાં દારૂનો મોટો જથ્થો હોવાની બાતમી આર.આર.સેલ તેમજ બાબરા પોલીસને મળતા પોલીસે રાત્રીના ૧ઃ૧૫ વાગ્યે રેડ પાડતા બાતમી મુજબનો ટ્રક જુજરભાઈ ત્રવાડીના ભડિયામાં મળી પડેલ હતો એ ટ્રકની તલાશી લેતા તેમાંથી જુદી જુદી કંપનીનો વિદેશી દારૂનો મોટો જથ્થો માલ આવ્યો હતો પોલીસે દારૂની ૮૭૮૪ બોટલો ટ્રકમાંથી ઝડપી પાડી હતી પોલીસે દારૂ કિંમત રૂપિયા ૩૧,૯૧,૭૦૦ નો તેમજ ટ્રક કિંમત રૂપિયા ૧૦ લાખ મળી કુલ રૂપિયા ૪૧,૯૧,૮૦૦ નો મુદામાલ કબ્જે લઇ આરોપીઓ કાળું ચિતલીયા ઉર્ફે ભાનુભાઇ દાદભાઈ ખાચર રહે જસદણ તેમજ જુજરભાઈ નુરુદીનભાઈ ત્રવાડી ટ્રક માલિક તેમાં ટ્રક ડાર્યવર અને ટ્રક ક્લીનર સહીત પાંચ શખ્સો સામે બાબરા પોલીસમાં ગુન્હો નોંધી પાંચેયને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.