બાવળા, તા.૧પ
બગોદરા-રાજકોટ હાઇવે વે-વેઇટ હોટલના પાર્કિગમાંથી બાતમીવાળી આઈશર આર.આર.સેલના માણસોને મળી આવતાં તેમાં તપાસ કરતાં અલગ અલગ માર્કા રોયલ સ્ટેગ, મેક ડોવેલ્સ, પાટીંસ્પેશ્મિલ તથા હેવર્ડ ૫૦૦૦ બિયરના ટીન મળી બોક્ષ નંગ ૪૦૬ કિં.રૂા ૧૩,૫૩,૬૦૦/નો જથ્થો તથા મોબાઈલ ન-ર, આઈશર મળી કૂલ કિં.રૂા.૨૧,પ૬,૬૦૦/નો મુદ્દામાલ કબજે લઈ ડ્રાઇવર અભિષેક ચંદ્રપાલ શ્યોરાણ (જાટ) ગામ સિઘનવા, તા.લોહારૂ, ભીવાની (હરિયાણા)ની ધરપકડ કરી જ્યારે આર.આર.સેલની બીજી ટીમ ચાંગોદર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ કોન્સ્ટેબલ જયદિપસિંહ નાથુસિંહને બાતમી મળેલ કે, ટ્રક નંબર.આરજે.૧૪.જીબી.૭૭૫૦માં ઈંગ્લિશ દારૂનો જથ્થો ભરી રાજકોટ તરફ જનાર છે. જે આધારે આર.આર.સેલના માણસો તથા બાતમીવાળી ટ્રક અન્ય રસ્તેથી છટકી ન જાય તે સારૂ ચાંગોદર ઇ.પો.ઇન્સ. શ્રી એમ.વી.પટેલ સરદાર સિંહ રાઠોડ અને સ્ટાફ સાથે અલગ અલગ ટીમો ટ્રકની વોચ તપાસમાં અમદાવાદ-રાજકોટ હાઈવે મટોડા ગામના પાટીયા પાસે રોડ ઉપરથી બાતમી વાળી ટ્રક માણસોને મળી આવતાં તેમાં તપાસ કરતાં અલગ અલગ બ્રાન્ડની મેક ડોવેલ્સ, પાર્ટી સ્પેશ્મિલ મળી બોક્ષ નંગ ૮૧૫ કિં.રૂા.૨૯,૩૪,૦૦૦/-નો જથ્થો તથા મોબાઈલ નંગ-ર, ટ્રક મળી કુલ કિં.રૂા.૪૪,૩૮,૦૦૦/નો મુદ્દામાલ કબજે લઈ ડ્રાઇવર સંદિપક્રુમાર ઉર્ફે ડેની દિલબાગસીંગ જાટ રહે.સરલ, તા.તોસામ, જિ.ભીવાની (હરીયાણા) તથા ક્લીનર વજીર ભરત સિંગ જાટ, રહે.સરલ, તા.તોસામ, જી.ભીવાની (હરિયાણા)ની ધરપકડ કરી આ ઈંગ્લિશ દારૂને મોકલનાર સુનીલ નામના માણસની તથા મગાવનાર ઈસમોની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
આર.આર.સેલ, અમદાવાદ રૈન્જની ટીમોએ સંયુક્ત રીતે ઈગ્લીંશદારૂ, ટ્રકો તથા અન્ય મુદ્દામાલ મળી કૂલ કિં.રૂા.૬૫,૯૪,૬૦૦/નો કબજે કરેલ છે.