(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા. ૬
સોખડા રોડ પરના આવેલ મીરસાપુર ગામના રોડ પરથી રાજસ્થાન પાર્સિંગની શંકાસ્પદ એક ટ્રક પસાર થઇ રહી હતી તે વખતે તાલુકા પોલીસે આ ટ્રકને રોકી તેની તલાશી લેતા તેમાંથી દારૂની ૪૩૦ નંગ પેટીઓ કિંમત રૂા.૨૫.૮૦ લાખની મળી આવતા પોલીસે જપ્ત કરી ટ્રક સહિત કુલ રૂા.૪૦.૮૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ટ્રક ચાલક આમલશેર ઉર્ફે રહીમખાનની ધરપકડ કરી હતી.
તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યાનુસાર, વડોદરા તાલુકાના સોખડા રોડ પર આવેલ મિરસાપુર ગામના રોડ પરથી પસાર થતી રાજસ્થાન પાર્સિંગની ટ્રકને તાલુકા પોલીસે રોકી હતી. પોલીસે ટ્રકની તલાસી લેતા ટ્રકમાં લાકડાના વેરમાં સંતાડેલી ઇંગ્લીશ દારૂની પેટીઓ નંગ-૪૩૦ મળી આવી હતી. જે પોલીસે રૂા.૨૫.૮૦ લાખનો જથ્થો સાથે ટ્રક કબ્જે કરી કુલ રૂા.૪૦.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલક આલમશેર ઉર્ફે મૌલાના રહીમ ખાનની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય શખ્સો ભુપેન્દ્ર પરમાર, રામસિંહ તથા પ્રશાંદ યાદવ ફરાર હોવાથી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.