બાવળા, તા. ર૪
એલસીબી પોલીસ અને ચાંગોદરા પોલીસે ચાંગોદરા પો.સ્ટે. હદના સનાથલ ગામની સીમ, સનાથલ સર્કલ થી શાન્તીપુરા સર્કલ તરફ જતા રોડ ઉપર રેલ્વે ફાટકની નજીક આવેલ આશા મોટર બોડી રિપેરીંગ વર્કસ નામના ગેરેજની પાછળ બાવળની ઝાડીમાં રેઇડ કરી અનિલકુમાર છોટેલાલ જાટ રહે, મુળ રહે, મોહનપુર ગાંવ તા.- નાંગલ ચૈાધરી જી. મહેન્દ્રગઢ હરિયાણા પરપ્રાંતિય વિવિધ માર્કાની દારૂની બોટલ નંગ- ૬૧૨ (પેટી નંગ-૫૧) કિ.રૂ.-૨,૭૧,૨૦૦/- સાથે ઝડપી પાડેલ.
ઉકત આરોપીના કબજામાંથી પરપ્રાંતિય દારૂની પેટી નંગ- ૨૨ તથા વ્હિસ્કીકની પેટી નંગ- ૨૯ મળી કુલ પેટી – ૫૧ બોટલો નંગ- ૬૧૨ કી.રૂ. ૨,૭૧,૨૦૦/- તથા મો.ફોન-૧ કિ.રૂ ૪૦૦૦/- મળી કૂલ રૂ.- ૨,૭૫,૨૦૦/— નો મુદામાલ કબજે કરી આરોપીના પોલીસ કસ્ટીડીના રીમાન્ડ મેળવવા આગળની તપાસ એલ.સી.બી, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેટર એન.બી.બારોટ હાથ ધરેલ છે. જ્યારે બીજા બનાવમાં શીયાળ ગામ તરફ થી મીઠાપુર ગામ તરફ એક કાળા કલરની મારૂતી સુઝુકી અર્ટીકા ગાડી નંબર જી.જે.૦ પ જે.ઇ. ૧૩૦૫માં વિદેશી દારૂ ભરી નીકળેલ છે જે બાતમી આધારે મીઠાપુરથી શીયાળ ગામ તરફ જતા રસ્તા પર પી.સી.નરેન્દ્ર સિંહ, જ્ય દીપ સિંહ, મયુર સિંહએ પીછો કરતા, પોલીસ ગાડી જોઇ પોતાની ગાડી પાછી વાળી નાસવા જતા તેનો પીછો કરી ગાડી પકડી પાડતા આરોપી મનોહરલાલ બાબુલાલ બિશનોઇ ૬.૫.૨૪ રહેપભાટીપ તા. રાનીવાડા પોતાના કબજા હવાલાની મારૂતી સુઝુકી અર્ટીકા ગાડીમાં વગર પાસ પરમીટે પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-૨૯૮ ડિ.રૂ.ર.૮૮.૨૦૦/પ તથા મોબાઇલ નંગ-ર ફ઼રૂા. ૫,૫૦૦/-તથા આરોપીની અંગ ઝડતી માંર્થો મળી આવેલ રોકડ રૂા.૮,૫૦૦/-તથા મારૂતી ગાડીની કુ.રૂા.૫,૦૦,૦૦૦/-એમ કુલ મુદ્દામાલ ૩,૮,૦૨,૨૦૦/-સાથે મળી આવતા આરોપીની પ્રોહીં બીશન ગુનામા ધરપકડ કરી આગળની તપાસ પો.સ.ઇ ડી.જી. ગોહીલ ચલાવી રહ્યા છે.