(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા.૩૦
અમદાવાદ આર.સાર. સેલના પોલીસ કર્મચારીઓ પેટ્રોર્લીગમાં હતા. દરમ્યાન પોલીસ કોન્સ્ટૅબલ ઞહિપાલસિંહના જણાવ્યા મુજબ એક ટાટા વિગર નંબર એમ. એચ પ૧૪ સી.ડબલ્યુ.૩૧૨૮ની ચેક કરતાં તેમાં ગાડીની ઉપર કેરીયરના ભાગે ગુપ્ત પાનું બનાવી સંતાડેલ જુદા જુદા માર્કાની વિદેશી બનાવટના દારૂના જથ્થો મળી આવેલ, જેમાં વિદેશી દારૂની ૧૦૦૦ મિ.લી.ની બોટલો નંગ ૧૫૯ કૂલ કિં.રૂા. ૭,૩૮,૦૦૦/નો જથ્થો મળી આવેલ.
ટાટા વિંગરની કિં.રૂા.૪૦૦,૦૦૦/ તથા મોબાઈલ ૨ કિં.રૂા.૨૫૦૦/તથા રોકડ રૂપિયા ૮૬૫૦ મળી કૂલ કિં.રૂા.પ ૧૧,૪,૧૫૦/નો મુદ્દામાલ કબજે લઈ માલ મોકલનાર મીત પટેલ (રહે.પનવૈલ, મહારાષ્ટ્ર) તથા મંગાવનાર ઈસમના ઘરપક્ડના ચક્રો ગતિમાન કરેલ છે.
આરોપીંઓ ટાટા વિન્ગરના ઉપરના ભાગે કેરીયર નીચે ગુપ્ત પાનું બનાવી સીફતયી વિદેશી બનાવટની દારૂનો જથ્થો સંતાડી દારૂની હેરાફેરી કરતા હતા. આ બાબતે કોઠ પોરટે. ગુનો દાખલ કૃરાવવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ આર.આર.સેલ ચલાવી રહી છે