જૂનાગઢ,તા.૧૮
ગુજરાત રાજ્ય ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બાતમી આધારે ચોરવાડના જરાળી ગામની સીમમાં દારૂ અંગે દરોડો પાડતાં દારૂનો જથ્થો ઝડપી પાડેલ છે. દારૂ અંગેના દરોડામાં નયન ઉર્ફે ટોયો ડાભી (રહે.ચોરવાડ) પોતાના કબજા, ભોગવટાની વાડીની ઓરડીમાં ગેરકાયદેસર રીતે કિંગ ફીશર સ્ટ્રોંગ પ્રીમિયમ કંપની શીલ પેક પ૦૦ એમ.એલ.ની કંપની શીલ પેક ટીન બિયર કુલ-૧૦પર જેની કિં.રૂા.૧,૦પ,ર૦૦ ગણેલ છે. તેમજ હેવર્ડ પ૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયર પ્રીમિયમ કંપની શીલ પેક પ૦૦ એમ.એલ.ની કંપની શીલ પેક ટીન બિયર કુલ-૯૮૪ જેની કિં.રૂા.૯૮,૪૦૦ ગણેલ છે તથા ટ્યુબર્ગ સ્ટ્રોંગ પ્રીમિયમ બિયર પ્રીમિયમ કંપની શીલ પેક પ૦૦ એમ.એલ.ની કંપની શીલ પેક ટીન બિયર કુલ-૩૪૪ જેની કિં.રૂા.૩૪,૪૦૦ ગણેલ છે તથા ગોવા બિચ વ્હીસ્કીય કંપની શીલ પેક બોટલની કુલ-૧૦ર જે તમામ બોટલની કિં.રૂા.ર૦,૪૦૦ ગણેલ છે તથા મોક્યુનીટોસ વ્હીસ્કી બેંગ્લુરૂ બનાવટની ૭પ૦ એમ.એલ.ની કાચની શીલબંધ બોટલ નંગ-૧૭ જેની કુલ કિં.રૂા.પ,૧૦૦ ગણેલ છે તથા રોયલ બ્લુ પ્રીમિયમ વ્હીસ્કી જ્યુપીટર ડીસ્ટીલરી દમણ બનાવટની પ્લાસ્ટિકની ૭પ૦ એમ.એલ.ની શીલબંધ બોટલ નંગ-૮ જેની કિં.રૂા.૧,૬૦૦ ગણેલ છે જે કુલ બિયર ટીન નંગ-ર૩૮૦ની કુલ કિં.રૂા.ર,૩૮,૦૦૦ તથા દારૂની બોટલ નંગ-૧ર૪ની કુલ કિં.રૂા.ર૬,પ૦૦ની ગણી કુલ કિં.રૂા.ર,૬૪,પ૦૦નો પ્રોહિ મુદ્દામાલ રાખી એકબીજાએ મદદગારી કરી ગુનો કરતા નયન ઉર્ફે ટોયો ડાભી તથા વિરાભાઈ આણંદભાઈ પરમાર (રહે.ચોરવાડ) વિરૂદ્ધ પ્રોહિબિશન અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.