(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૭
શહેરના અમરોલી વિસ્તારમાં દારૂના નશામાં ટ્રીપલ સીટ જતા બાઇક સવારને અકસ્માત નડતા એકનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે બેને શરીરે ગંભીર ઇજાઓ થવા પામી હતી.
અમરોલી ખાતે આવેલા શિવાજી પાર્કમાં રહેતો કુંદન ઉર્ફે કુલદિપ મુન્ના ઉર્ફે અશ્વિન કુમાર ગોતમ (ઉ.વ.૨૬) પિતરાઇ ભાઇ વિકાસ સંપતરામ ગૌતમ અને એક.કે.રોડ ખાતે આવેલા પટેલ નગરમાં રહેતો તેમનો મિત્ર મિનોદ સહિત ત્રણેય જણા ગઇ કાલે બપોરે એક બાઇક પર ટ્રિપલ સીટ જતા હતા. તેઓ છાપરાભાઠા ગરનાળા પાસેથી પસાર થતા હતા તે વખતે બેલેન્સ ખોરવાતા બાઇક ચાલક કુંદનએ ડિવાઇડર સાથે અથડાવી દીધી હતી. જેના કારણે ત્રણેય રોડ ઉપર પટકાયા હતા. જેમાં કુંદનને માથામાં ગંભીર ઇજા થઇ હતી. અને વિકાસ તથા વિનોદને સામાન્ય ઇજા થઇ હતી. ત્રણેયને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાય હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન કુંદનનું મોત થઇ ગયું હતું.