અમરેલી,તા.રર
અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયની સૂચના અન્વયે અમરેલી એલ.સી.બી. ટીમે ચલાલા તાબાના માણાવાવ ગામે ચાલતી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પકડી પાડેલ છે.
એલસીબીએ આપેલી માહિતી અનુસાર કાલે વહેલી સવારે એલસીબીના ઈન્ચાર્જ પી.આઈ.ડી.કે. વાઘેલા તથા સ્ટાફે ચલાલા તાબાના માણાવાવ ગામે સ્મશાન પાછળ, સરકારી પડતર જગ્યામાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડી રૂા.રપ,૭૩૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મળી આવેલ મુદ્દામાલમાં દેશી દારૂ ૧૦૦ લીટર, દારૂ બનાવવાનો આથો પ૦૦ લીટર, બજાજ પ્લેટીના મોટરસાઈકલ નં. જીજે પ ઈઆર પ૮ર૩ તેમજ અન્ય સાધનો કબ્જે કરાયા હતા. જ્યારે બે આરોપી વનરાજ ભીમભાઈ વાળા અને રઘુ જોરૂભાઈ કોટીલા (રહે. બન્ને માણાવાવ, તા.ધારી) નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.