ડીસા શહેર મેઇન બજારમાં ગાંધીજીની પ્રતિમાની નીચેજ કોઈક અસામાજિક તત્ત્વો દ્વારા ખાલી દારૂની બોટલ નાખી દેતા લોકોએ પોલીસ સામે ફિટકારની લાગણી વરસાવી છે. જો કે, આ બાબતે સ્થાનિક પોલીસ દ્વારા ડીસામાં વેચાતાં દેશી તથા વિદેશી દારૂના અડ્ડા ઉપર દરોડો પાડે તો ડીસામાંથી દારૂનો જથ્થો ઝડપાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. વેપારીઓમાં જે અસામાજિક તત્ત્વોએ આવું કૃત્ય કર્યું તેના સામે પણ ફિટકારની લાગણી વરસાવી હતી.