દાહોદ, તા.૧૦
દેવગઢ બારીયા તાલુકાના રાણીપુરા ગામે પાણીના ટાકા નજીક ખુલ્લી જગ્યામાં દેવગઢબારીયા પોલીસે રેડ કરી એક ટ્રક સહિત ચાર ગાડીઓ ઝડપી પાડી ચાર વાહનો પૈકીના ત્રણના ચાલકોની અટક કરી ચાર વાહનો સહિત પોલીસે કુલ ૧૨ જેટલા ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધ્યાનું જાણવા મળેલ છે
છોટાઉદેપુર તાલુકાના મીઠી બોર ગામના ભીખાભાઇ ભલજીભાઈ ઉર્ફે હેમસિંગભાઇ રાઠવા, દેવગઢબારીયા તાલુકાના ડાભલા ગામના લાલો ઉર્ફે મહેશભાઈ સવજીભાઈ પટેલ, પંચમહાલ જિલ્લાના નવલસિંગની મુવાડી ગામના પૃથ્વીરાજસિંહ ઉર્ફે કાબરો પોપટસિંહ ચૌહાણ, મીઠીબોર ગામના અશ્વિનભાઈ મોહનભાઇ રાઠવા તથા પંચમહાલ જિલ્લાના મડામહુડી ગામના બુટાભાઈ રામસીંગભાઇ કોળી વગેરેએ ભેગા મળી મોટા પ્રમાણમાં પરપ્રાંતિપ દારૂની દાહોદ તથા પંચમહાલ જિલ્લાના અન્ય બુટલેગરોને વેચાણ કરાવાના ઇરાદે કે. એ. ૧૬૯, એ. ૭૨૭૮ નંબરની ટ્રક કન્ટેનરમાં રૂપિયા ૩૩,૬૮,૪૦૦ની કુલ કિંમતની બોટલ નંગ ૩૯,૪૬૮ ભરી રાણપુરા ગામે પાણીના ટાંકા નજીક ખુલ્લી જગ્યામાં લાવ્યા હતા તે પેકીનો કેટલોક દારૂનો જથ્થો ડભવા ગામના હિતેષ જવસિંગભાઇ રાઠવાની પીકપ બોલેરો ગાડી નંબર જીજે ૧૭ યુયુ ૧૬૬૮ તેમજ જીજે ૨૦ ડબ્લ્યુ ૧૧૦૩ નંબરનો અતુલ છકડો તથા જીજે ૧૦ ટીટી ૪૩૩૯ નંબરની ટાટા એસી ગાડી તથા જીજે ૨૦ વી ૭૦૧૮ નંબરની પીકપ ગાડી મળી ચાર ગાડીઓ દેવગઢબારીયા તાલુકાના અસાયડી ગામના બુટલેગર વિનોદ રૂપાભાઇ વણકર ત્યાં મોકલવા માટે બોલાવવામાં આવી હતી. આ બાબતની જાણ દેવગઢબારીયા પોલીસે ગુપ્ત બાતમી દ્વારા તથા દેવગઢબારીયાના સી.પો. સ. ઈ. આર. એસ ડામોર પોતાના સ્ટાફના પોલીસ જવાનોને સાથે લઇ બુધવારની મોડી રાતના સુમારે રેડ પાડતા જીજે ૨૦ વી ૭૦૧૮ નંબરની પીકપ ગાડીનો ચાલક પોતાની કબજાની ગાડી લઇ નાસી ગયો હતો, જ્યારે પોલીસ સ્થળ પરથી એક ટ્રક કન્ટેનર પીકપ બોલેરો ગાડી અતુલ છકડો તથા એક ટાટા એસી ગાડી વાહન ઝડપી પાડી તેના ચાલકોની અટક કરી સ્થળ પરથી રૂપિયા ૩૩,૬૮,૪૦૦ની કુલ કિંમતની વિદેશી દારૂની બોટલ નંગ ૩૯,૪૬૮ પકડી પાડી રૂપિયા ૧૯ લાખના વાહનો સહિત રૂપિયા ૫૨,૬૮,૪૦૦નો મુદામાલ કબ્જે લઇ પાંચે વાહનોના ચાલક મંગાવનાર પાંચ ઈસમો તથા જેને ત્યાં મોકલવાનો હતો તેવા બે ઈસમો મળી કુલ ૧૨ વ્યક્તિઓ વિરૂદ્ધ નશાબંધી સુધારા મુજબ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.