સુરેન્દ્રનગર,તા.૧૦
લખતર પોલીસના પો.હે.કો પ્રહલાદભાઈ, પો.કો.અરવિંદસિંહ, ભરતભાઇ, ધ્રુવરાજસિંહ, પો.કો. સુરેશભાઈ નાઈટ પેટ્રોલિંગમાં હતા. ત્યારે સદાદ ગામે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી કે મોઢવાણા ગામના રહીશ સહદેવસિંહ વિક્રમસિંહ ઝાલા દ્વારા પર પ્રાંતમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવેલ છે અને હાલ તેઓ રાજસ્થાન પાસિંગના ટેન્કરમાં આવેલ હોય તેઓ પોતાનું સ્પેલન્ડર ઉપર અંકેવાળિયા ગામ તરફ ગયેલ છે. આથી લખતર પોલીસ હાલમાં પોલીસ દ્વારા દારૂ જુગારની બદી ડામી દેવા કડક ચેકીંગ હાથ ધરાયુ હોય ત્યારે બુટલેગરો દ્વારા પર પ્રાંતમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા જુદીજુદી મોડ્‌સ ઓપરેન્ડી અજમાવતા હોય છે ત્યારે લખતર પોલીસ સ્ટાફ અંકેવાળિયા ગામ તરફ જતા મોઢવાણા ગામથી ત્રણેક કિલોમીટર દૂર જમણી બાજુ ખેતરમાં જતા કાચા ઢાળ પાસે ટેન્કર અને સ્પેન્ડર જોતા ગાડીમાંથી ચેકીંગ હાથ ધરતા કેમિકલના ટેન્કરમાં નીચેની સાઈડમાં ટેન્કરમાં જવાય તે રીતે બારણું બનાવીને ટેન્કરમાં દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હતો. તેમાં જઈ તપાસ કરતા પર પ્રાંતીય કેસીનોસ પ્રાઇડ ૨૫૦ પેટી ૩૦૦૦ નંગ કિંમત રૂપિયા ૧૨,૦૦,૦૦૦ ટેન્કર કિંમત રૂા.૫,૦૦,૦૦૦ એક સ્પેન્ડર કિંમત રૂા.૨૫ હજાર એક મોબાઈલ કિંમત રૂા. ૫૦૦ સહિતનો ટોટલ ૧૭,૨૫,૫૦૦નો મુદ્દામાલ ઝડપી સદેવસિંહ વિક્રમસિંહ ઝાલા તથા અજાણ્યા ટેન્કર ચાલક સામે ગુનો દાખલ કરી આગળની તપાસ લખતર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.કે.ઇસરાની ચલાવી રહ્યા છે.