(એજન્સી) આગ્રા, તા.૩
આગ્રામાં દશેરાના દિવસે ૭૦ જેટલા બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા ખુલ્લેઆમ ગોળીબારો અને કોમી સૂત્રોચ્ચાર સાથે કરાયેલ ઉજવણી બાદ પોલીસે તેમની સામે ગુનો દાખલ કર્યો છ. પરંતુ હજૂ કોઈની ધરપકડ કરાઈ નથી. શનિવારે શસ્ત્રપૂજા બાદ કેટલાક લોકોએ હનુમાન મંદિર નજીક આગ્રાના કિલ્લા પાસે ખુલ્લેઆમ ફાયરિંગ કર્યું હતું. જેનો વીડિયો વાયરલ થતાં આ ઘટના સામે આવ્યા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. ર૯ જેટલા જમણેરી સંગઠનોના હોદ્દેદારો સામે ફરિયાદ નોંધાઈ છે. તેઓ કયા સંગઠનના છે તે સ્પષ્ટ થયું નથી. શહેરમાં ૧૪૪ની કલમ લાગુ કરી ફાયરીંગને પ્રતિબંધિત કરાયું હતું. જિલ્લા પોલીસ વડા અમીત પાઠકે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે મસલતો કરી રકાબગંજ પોલીસ મથકને ફરિયાદ નોંધવા સૂચના આપી હતી.
આગ્રાનો કિલ્લો વિશ્વ ધરોહરમાં સામેલ છે. જેથી વિશ્વભરના પ્રવાસીઓ અહીં આવે છે. આ ઘટના બાદ ભયનો માહોલ સર્જાતા શહેરમાંથી ફેરિયાઓ અને પ્રવાસીઓ અદૃશ્ય થવા લાગ્યા હતા. રાઈટ વીંગના શખ્સોનું કહેવું છે કે રામલીલા મેદાનમાં બંદૂકથી ફાયરિંગ કરી ઉજવણી કરાઈ હતી. ક્ષેત્રીય મહાસભા સામે કેસ દાખલ કરાયો છે.