(એજન્સી) માર્સિલે, તા. ૧૩
રાફેલ જેટ સોદા મુદ્દે ભારતીય રાજકારણમાં ગળાડૂબ ડૂબકી લગાવતા ફ્રાન્સની વિમાન બનાવનારી કંપની દસોલ્ટે ઓફસેટ કોન્ટ્રાક્ટ માટે અનિલ અંબાણીની રિલાયન્સ ગ્રૂપ કંપનીઓ સાથે સમજૂતીમાં જુઠ્ઠાણુ અને ભ્રષ્ટાચારના રાહુલ ગાંધીના આરોપો સામે વિગતવાર જવાબ આપ્યો છે. ફ્રાન્સમાં ઇસ્ત્રે લી ટ્યુબ એરબેઝના હેંગર પર લટકેલા રાફેલ જેટની પૃષ્ઠભૂમિ વિરૂદ્ધ એક સત્તાવાર સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં દસોલ્ટના સીઇઓ એરિક ટ્રેપરે જણાવ્યું હતું કે, ‘અમે અંબાણીને અમારી જાતે પસંદ કર્યા હતા. રિલાયન્સ ઉપરાંત પણ અમારી પાસે અન્ય ૩૦ ભાગીદાર છે.’
રાહુલ ગાંધીના એવા આરોપોને સીઈઓએ ફગાવ્યા હતા જેમાં કહેવાયું હતું કે, ૩૬ રાફેલ જેટ માટે ભારતના ૫૯,૦૦૦ કરોડ રૂપિયા લેવાના ઓર્ડર માટે આ ક્ષેત્રમાં અનુભવ ન હોવા છતાં ઓફસેટ પાર્ટનર તરીકે અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સને પસંદ કરી અને બાદમાં કોન્ટ્રાક્ટ અંગે જુઠ્ઠાણું ચલાવ્યું. ‘‘દસોલ્ટના સીઇઓએ કહ્યું કે, મારી જુઠ્ઠું બોલવાની છાપ નથી હું જુઠ્ઠું બોલતો નથી. સીઇઓ તરીકે મારા હોદ્દા પરથી હું જુઠ્ઠું બોલી શકું નહીં.’’ આ ઇન્ટરવ્યૂ ત્યારે આવ્યો છે જ્યારે સુપ્રીમ કોર્ટે એક દિવસ પહેલા જ ભારત સરકાર પાસે સોદાની વિગતો માગી હતી અને બુધવારે તે અંગે સુનાવણી થવાની છે. દસોલ્ટના સીઇઓએ કોંગ્રેસના એવા દાવાને પણ ફગાવી દીધો હતો જેમાં કહેવાયું હતું કે, એક કંપનીને ફાયદો કરાવવા માટે કોંગ્રેસની આગેવાનીવાળા અગાઉના સોદાને રદ કરીને મોદી સરકારે નવો સોદો કર્યો હતો. યુપીએ સરકારની ૧૨૬ રાફેલ જેટ ખરીદવાનો સોદો ચાલી રહ્યો હતો જેમાં ૧૮ વિમાનો ફ્રાન્સ તૈયાર કરીને આપશે અને બાકીના ૧૦૮ વિમાનો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે સંયુક્ત ભાગીદારીમાં ભારતમાં બનાવવામાં આવશે. દસોલ્ટના સીઇઓએ કહ્યું કે, ૧૮ વિમાનો તૈયાર કરવાના સોદા સાથે સરખામણી કરવામાં આવે તો અગાઉની કિંમતમાં જ આ વિમાનો ખરીદાશે અને ૩૬ વિમાનો તેના કરતા બમણા છે. અત્યારસુધી હું ચિંતામાં હતો કે આ કિંમત બમણી હોવી જોઇએ. પણ સરકાર સાથે સરકારની વાતચીતને કારણે વિમાનોની કિંમતોમાં ૯ ટકાનો ઘટાડો કરવો પડ્યો હતો. એરિક ટ્રેપિયરે કહ્યું કે, વિમાન પુરા પાડનારા તરીકે તેઓ આ સોદાને મક્કમ કરવાના પ્રયાસ કરી રહ્યા હતા. આ ૧૨૬ વિમાનનો સોદો હતો પણ તેમા વિલંબ થઇ રહ્યો હતો. ભારતની અત્યારની જરૂરિયાતોને જોતા અહીંની સરકારે ૩૬ રાફેલ વિમાનો તરત આપવા જણાવ્યું હતું જે અંગે ફરી ૨૦૧૫માં સોદો નક્કી થયો અને જુના સોદામાં ફેરફાર કરવો પડ્યો હતો. સાથે જ અમે ઓફસેટ પાર્ટનર તરીકે રિલાયન્સને પસંદ કર્યું કારણ કે અમે એચએએલ સાથે ભાગીદારી ઇચ્છતા ન હતા. આ મારો નિર્ણય હતો કે નવી ખાનગી કંપની તરીકે રિલાયન્સમાં રોકાણ કરવું જોઇએ. અમે રિલાયન્સમાં રોકાણ કરીશું નહીં. આ નાણા જોઇન્ટ વેન્ચરમાં જશે. સોદાના ઔદ્યોગિક ભાગ તરીકે દસોલ્ટના એન્જિનિયરો અને કામદારો જ કામ કરશે. આજ સમયે રિલાયન્સ જોઇન્ટ વેચર તરીકે ભાગીદાર બનવા માગતી હતી અને પોતાના દેશને વિકસિત કરવા માગતી હતી. આ કંપની જાણવા માગતી હતી કે, એરક્રાફ્ટ કેવી રીતે બને છે. થોડા દિવસ પહેલા જ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે, ફડચામાં ગયેલી અનિલ અંબાણીની કંપનીને ફ્રાન્સની વિમાન બનાવનારી કંપનીએ જમીન ખરીદવા માટે ૨૮૪ કરોડ રૂપિયા આપ્યા છે. એરિક ટ્રેપિયરે એમ પણ કહ્યું હતું કે, અમે પહેલા કોંગ્રેસ સાથે પણ કામ કર્યું છે અને રાહુલ ગાંધી દ્વારા લગાવાયેલા આરોપોથી તેઓ દુઃખી છે.
‘‘૩૬ રાફેલ જેટ ૯ ટકા સસ્તાં’’ : સોદા મુદ્દે વિવાદ વચ્ચે દસોલ્ટના સીઇઓનું નિવેદન

Recent Comments