કાઠમંડુ,તા.૪
કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની કૈલાસ માનસરોવર યાત્રા દરમ્યાન કથિત રીતે નૉનવેજ ખાવાને લઇ ઉભા થયેલા વિવાદ પર રેસ્ટોરાંનું નિવેદન સામે આવ્યું છે. ફેસબુક પર રજૂ કરાયેલા નિવેદનમાં વુટુ રેસ્ટોરાંએ સ્પષ્ટતા કરી છે કે ગાંધીના નોનવેજ ખાવાને લઇ કરવામાં આવેલો દાવો બિલકુલ ખોટો છે. એક નિવેદનમાં કહ્યું કે રાહુલ ગાંધી દ્વારા ઓર્ડર આપવામાં આવેલા ખાવાને લઇ મીડિયાની તરફથી પ્રશ્નો કરવામાં આવી રહી છે. અમે સ્પષ્ટતા કરી દેવા માંગીએ છીએ કે તેમને મેન્યુમાંથી શુદ્ધા શાકાહારી ભોજન ઓર્ડર કરાયો હતો.
રેસ્ટોરાંના નિવેદનમાં એમ પણ કહ્યું છે કે અમારી તરફથી કૉંગ્રેસ અધ્યક્ષ દ્વારા ઑર્ડર કરાયેલા ખાવાને લઇ મીડિયામાં કોઇ નિવેદન આપ્યું નથી. આપને જણાવી દઇએ કે રાહુલના જમવાને લઇ નવો વિવાદ ઉભો થયો છે. નેપાળી મીડિયામાં રાહુલના જમવા પર એક સમાચાર પ્રકાશિત થયા, ત્યારબાદ સોશિયલ મીડિયા પર કેટલાંય પ્રકારની ચર્ચા શરૂ થઇ ગઇ. સમાચારમાં જણાવ્યું છે કે ૩૦મી ઑગસ્ટના રોજ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કાઠમંડુમાં હતા અને એ રાત્રે જ તેમણે અહીંની વુટુ રેસ્ટોરાંમાં નૉનવેજ જમ્યા. વેટરનું નિવેદન પણ સામે આવ્યા બાદ હોટલ મેનેજમેન્ટે આ સમાચારને અફવા ગણાવી છે. આની પહેલાં નેપાળી રેસ્ટોરાં, જ્યાં રાહુલ જમવા માટે રોકાયા હતા તેની વેબસાઇટ પર માહિતી આપવામાં આવી હતી કે ૩૧મી ઑગસ્ટના રોજ રેસ્ટોરામાં રાહુલ ગાંધી આવ્યા હતા અને તેઓ પોતાની ટીમ સાથે અહીં જમવા રોકાયા હતા. કહેવાય છે કે વેટરે તેમણે નેવાઇ ડિશ સર્વ કરી હતી, તેમાં ચિકન મોમોજ, ચિકન કુરકુરે સામેલ હતા. ત્યારબાદ કહેવાયું કે કૈલાસ યાત્રા દરમ્યાન નૉનવેજ ખાઇને રાહુલે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. જો કે રેસ્ટોરાં એ આવા સમાચારે સરાસર ખોટા ગણાવ્યો છે.