(એજન્સી) તા.૨૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું છે કે દુનિયા ભારતની નીતિઓ અને વિકાસની ક્ષમતા અંગે સીધી સરકારના વડાના મુખેથી જ સાંભળવા માગે છે. મોદીએ જણાવ્યું હતું કે દાવોસમાં ૧૨૫ કરોડ ભારતીયોની સફળતાની ગાથા તેમને જણાવતા હું ગૌરવ અનુભવીશ.
વિશ્વ આર્થિક મંચ (વર્લ્ડ ઇકોનોમિક ફોરમ)ના સ્વિટ્ઝર્લેન્ડમાં દાવોસ ખાતે યોજાનાર વાર્ષિક શિખર સંમેલનમાં આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેવા જઇ રહ્યા છે. મોદીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ભારતે દુનિયામાં પોતાની એક ઓળખ બનાવી છે અને તેનો ફાયદો ઉઠાવવાની જરુર છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્ર ઝડપથી આગળ વધી રહ્યંુ છે અને દુનિયાની તમામ રેટિંગ એજન્સીઓએ પણ તેનો સ્વીકાર કર્યો છે. મોદીએ જણાવ્યું હતું કે દાવોસ દેશ માટે ભારતીય બજાર અંગે જણાવવાની એક સારી તક આપે છે. તેમણે જણાવ્યું હતું કે ભારત પાસે પોતાની યુવા વસ્તીનો લાભ છે. વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં સીધા વિદેશી મૂડીરોકાણ (એફડીઆઇ)માં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. આમ સ્વાભાવિક છે કે દુનિયા હવે સીધી ભારત સાથે વાત કરવા માગે છે. દુનિયા સીધી સરકારના વડા પાસેથી ભારતની નીતિઓ અને ક્ષમતાઓ અંગે જાણવા માગે છે. જો તમે નેતા પાસેથી સાંભળો તો તેનું અલગ મહત્વ હોય છે. દાવોસ બેઠકને વૈશ્વિક અર્થતંત્ર માટે સૌથી મોટંુ સંમેલન ગણાવતા મોદીએ જણાવ્યું હતું કે તેઓ અત્યાર સુધી ત્યાં જઇ શક્યા ન હતા. તેમણે જણાવ્યું હતું કે આ બેઠકમાં દુનિયાભરના ઉદ્યોગપતિઓ, નાણાકીય સંસ્થાઓ અને નીતિ નિર્માતાઓ ભાગ લેશે.
દાવોસ અંગે પીએમ મોદીએ કહ્યું : દુનિયા હવે નીતિઓ અને ક્ષમતા અંગે ભારત સાથે સીધી વાત કરવા માગે છે

Recent Comments