લંડન,તા.૨૭
ભુતપુર્વ ઈંગ્લિશ ક્રિકેટર અને લોકપ્રિય કમેંટેટર ડેવિડ લોયડે કહ્યુ હતુ કે તેંડુલકર મહાન હતો જ્યારે તેની તુલનામાં કોહલી વધુ ખતરનાક છે. પોતાની કમેંટ્રીને કારણે લોકપ્રિય થયેલાં ડેવિડ લોયડ રમુજી કમેંટ્રી કરતાં કરતાં સિરિયસ મેચ એનાલિસિસ કરી દે છે. તેમજ તેનાં શ્રોતઓમાં તે બંબલર તરીકે ઓળખાય છે.
ભારતીય કેપ્ટન અંગે વાત કરતાં તે કહે છે કે બ્રોડકાસ્ટર માટે કોહલીને કવર કરવો એ એક મજાની વસ્તુ છે. તે મેદાન પર દરેક પ્રકારનાં પ્રતિભાવો આપે છે. તે એક નેચરલ લીડર છે. તેમજ તેનાં ખેલાડીઓ અને બોલરને સતત પ્રોત્સાહન આપતો રહે છે.
તે પોતે હાલ જબરદસ્ત ફોર્મમાં છે. માટે તેની વાતની ખુબ અસર થાય છે. હું તેને મેદાન બહાર મળ્યો છુ. તે ખુબ જ વિનમ્ર છે. જો બેટિંગની વાત કરવામાં આવે તો સચીન તેંડુલકર મહાન છે. પણ જ્યારે તમારે મેચ જીતવી હોય ત્યારે તમારે આક્રમક બનવું પડે. અને એ માટે હું કોહલીને પસંદ કરુ. તે રિચાર્ડસ અને બ્રાયન લારા જેવો છે.