(એજન્સી) તેલ અવીવ, તા. ૫
વડાપ્રધાન મોદી મુંબઈના ૨૦૦૮ ની સાલના આતંકવાદી હુમલામાં પોતાના માતાપિતાને ગુમાવનાર બાળક મોશેને મળ્યાં હતા. મોશ અને તેના દાદા-દાદીને મળવાનો મોદીનો નિર્ણય પરિવાર માટે એક લાગણસભર પ્રસંગ બન્યો હતો. મોશેએ મોદીને કહ્યું કે ‘ડિયર મિ.મોદી, હું તમને ચાહું છું. મોદી મોસેની સાથે તેમના ભારતીય નાની સુન્દ્રા સેમ્યુઅલને પણ મળ્યાં હતા. તેઓ પણ મુંબઈ હુમલામાંથી માંડ માંડ બચ્યા હતા. મોદીએ મોશેને એવી ખાતરી આપી કે તે અને તેનો પરિવાર ગમે ત્યારે ભારત આવી શકે છે જે માટે તેમને આજીવન વીઝા આપવામાં આવશે. ઈઝરાઈલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ મોસેને એક ભેટ આપી હતી. નેતન્યાહુએ કહ્યું કે મોદીએ મને ભારત આવવાનું આમંત્રણ પાઠવ્યું છે અને ત્યારે મોસે પણ મારી સાથે આવશે. મોસેને મળતાં પહેલા તેના દાદાએ એવું કહ્યું હતું કે હું મોસેના બાર મિતવાહ (પવિત્ર વિધિ) માં મોદીને આમંત્રણ આપવા માંગું છું.