અહીં આપેલી પ્રથમ તસવીરમાં બીજી તસવીરની એવી બાબતને બતાવી છે કે જેની વિગતો તમે બીજી તસવીરની હકીકત જાણીને પછી સમજશો તો દ્રવી ઉઠશો.

13હવે બીજી તસવીરની વિગત જોઈએ તો એ નિઃશંકપણે સીરિયાની જ છે. બળવાખોરોના કબજામાં રહેલા સીરિયાના શહેર અલેપ્પોની પડોશમાં અલ-મરજા ખાતે કરવામાં આવેલ ભારે બોંબમારામાં તબાહ થઈ ગયેલી એક ઈમારતના કાટમાળમાંથી એક નાનકડા બાળકનો પગ દેખાઈ આવતા એક શખ્સ આક્રંદ કરી રહ્યો છે. આંતરિક વિગ્રહમાં તબાહીની તમામ પરાકાષ્ટાઓ  સીરિયામાં વટાવાઈ ચૂકી છે. રોજના આવા સેંકડો માનવફૂલો છેલ્લા કેટલાયે વર્ષોથી અકાળે કરમાઈ રહ્યા છે છતાં માનવતા અને તેના અધિકારોની સૂફીયાણી વાતો કરતી પશ્ચિમી દુનિયાના પેટનું પાણી ના હાલે છે કે ન તો મુસ્લિમ વિશ્વ આ બાબતે કંઈ કરી રહ્યું છે. હવે કાટમાળમાં ઉગેલા ફૂલવાળા કૂમળા છોડની પ્રથમ તસવીર જુઓ. પણ કાટમાળ વચ્ચે આ કુમળા ફૂલનું શું ભવિષ્ય હોઈ શકે ? એવી જ રીતે સીરિયા જેવા દેશોમાં કુમળા બાળકોની પણ દુર્દશા થઈ રહી છે.