ડીસા,તા.૩૦
ડીસા કૂચાવાડા હાઈવે પર લાખણાસર પાસે વળાંકમાં પેસેન્જર જીપ અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા જીપમાં સવાર ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જયારે બે ના સારવાર દરમિયાન મોત નિપજતા આમ પાંચ વ્યક્તિઓના એક સાથે મોત નિપજતા પથકમાં અરેરાટી સાથે ગમગીની વ્યાપી ગઈ હતી.
મળતી માહિતી મૂજબ ડીસા તરફથી આવતી પેસેન્જર ભરીને આવતી જીપ નં. જી.જે ૮ એફ ૨૯૧૨ અને પાથાવાડા તરફથી પુરપાટ ઝડપે આવતું ટ્રક ટ્રેલર નં. આર.જે ૫૨ જી એ ૩૪૧૩ એ જીપને ધડાકાભેર ટક્કર મારતા જીપ ફગોળાઈને રસ્તા નીચે ઉતરી જતા જીપમાં સવાર ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જયારે સારવાર અર્થે ખસેડતા જીપ ચાલક સહિત બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા ઘટના સ્થળે જોતા ટ્રક ચાલકે ગફલત ભરી રીતે હંકારી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકોને પી.એમ માટે હોસ્પિટલ ખસેડી ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી મૃતકોમાં જગસીભાઈ રૂડાજી માજીરાણા (રહે.પેસુઆ,રાજસ્થાન), વાઘી બેન જગસીભાઈ માજીરાણા (રહે.પેસુઆ, રાજસ્થાન), પવિબેન હરિભાઈ મેવાડા (રહે.સાતરવાડા તા.દાંતીવાડા), કાનૂબેન દિનેશભાઇ પટેલ (રહેે. મંદાર ઉમેદપુર) અને કાનુભા માલસિંહ સોલંકી (રહે.બુરાલ, જીપ ચાલક)
ઘટનાની જાણ થતાં લોકો ઘટના સ્થળે પહોંચો પોલીસ ને જાણ કરી બચાવ કામગીરી આરંભી હતી અકસ્માત સર્જાતા ઘયલો ની ચિચિયારીઓ થી સમગ્ર રોડ ગાજી ઉઠ્યો હતો જયારે મૃતકો ના સમાચાર તેમના પરિવાર જનો માં મળતા ગમગીની વ્યાપી ગઈ હતી