ડીસા, તા.૧૧
ડીસા નેશનલ હાઈવે પર આવેલ મહાકાળી મંદિર પાસે મધ્ય રાત્રીના સુમારે બે ટ્રક ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા બે ટ્રકમાં આગ લાગતા બે જણા બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા જ્યારે બેને ગભીર ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા હતા.
મળતી માહિતી મુજબ ડીસા બનાસ પુલ પાસે મુન્દ્રાથી માલ ભરીને આવતી ટ્રક ટ્રેલર નં.આરજે-૦૯-જીબી-૧૩૫૫ જ્યારે અખોલ ચાર રસ્તાથી પથ્થર ભરીને આવી રહેલ ટ્રક ટ્રેલર નં.આરજ-૧૯-જીબી-૮૭૭૬ની આચનક બ્રેક ફેલ થઇ જતા કાબુ ગુમાવેલ ટ્રક ચાલકે ૧૫૦ ફૂટ જેટલી માટીની થેલીઓ અને ડિવાડર તોડીને ડીસા તરફથી આવી રહેલ ટ્રેલરને ધડાકા ભેર ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને ટ્રકમાં ભીષણ આગ લાગતા ટ્રકમાં સવાર બે ઈસમો બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા. જ્યારે બે જણને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં હાઈવે ઓથોરિટી અને ડીસા તાલુકા પોલીસ તથા ડીસા નગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આ અકસ્માતના ઇજાગ્રસ્તોમાં જગદીસપર મીના ઉ (૨૪)રે માડલગાવ જી ભીલવાડા રાજસ્થાન તથા સોનારામ ભેરૂવાલા મીના રે રાજુલા રાજસ્થાનનો સમાવેશ થાય છે.