સંબંધિત સરકારી તંત્ર ધ્યાન આપશે ?

(સંવાદદાતા દ્વારા)           ડીસા, તા.ર૮

ડીસાના મીરામહોલ્લા વિસ્તારમાં રહેલા વૃદ્ધોને છેલ્લા છ મહિનાથી વૃદ્ધ પેન્શન ન મળતાં નિઃસહાય હાલતમાં મૂકાઈ જવા પામ્યા છે. આ અંગે મામલતદાર તથા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં પૈસા ન મળતાં નિઃસહાય હાલતમાં મૂકાઈ જવા પામ્યા છે. સરકારે વૃદ્ધોને ઘર બેઠે પેન્શન મળી રહે તે માટેની સ્કીમ અમલમાં મૂકી હતી. જ્યારે ડીસાના મીરા મહોલ્લા વિસ્તારમાં રહેતા શેખ જહુરહુસેન ગુલામહુસેન (ઉ.વ.૬પ), શેખ બદરૂન્નીશા ફકીરમોહંમદ (ઉ.વ.૬પ), સૈયદભાઈ ગુલામનબી શેખ (ઉ.વ.૬૩), શેખ ફરીદાબેન મુખ્તારભાઈ (ઉ.વ.પપ) શેખ મુખ્તારભાઈ મહંમદભાઈ, શેખ ઝુલેખાબેન જહુરહુસેન (ઉ.વ.૭૦), શેખ ફજલમહંમદ મહંમદભાઈ, શેખ જરીનાબેન ગુલામ મોહમ્મદ (ઉ.વ.૬પ) સહિત ડીસામાં મુસ્લિમ વૃદ્ધોને છેલ્લા છ મહિનાથી વૃદ્ધ પેન્શન ન મળતા નિઃસહાય હાલતમાં મૂકાઈ જવા પામ્યા છે. ઉપરોક્ત વૃદ્ધોમાં કેટલીક દંપતીને ઔલાદ નથી. ફક્ત પેન્શન પર ગુજરાન ચલાવતા વૃદ્ધો નિરાધાર હાલતમાં મૂકાઈ જવા પામ્યા છે ત્યારે હડીસામાં રહેતા વૃદ્ધોને પેન્શન મળે તેવી માંગ ઉઠી છે. કેટલાય વૃદ્ધોના નામ યાદીમાંથી કમી કર્યા હોવાના દંપતીએ આક્ષેપો કર્યા હતા. સરકાર ખાસ કરી વૃદ્ધોને પેન્શન મળે તેવી વ્યવસ્થા કરશે ?