ડીસા, તા.૨૫
બનાસકાંઠા જિલ્લામાં પણ કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ બહાદુરસિંહ વાઘેલાએ ૨ હજારથી વધુ કાર્યકરો સાથે રાજીનામું આપ્યું છે અને સોમવારે સવારે આખોલ મુકામે મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ડિસા ૧૩ વિધાનસભા સીટ પર અપક્ષ ઉમદેવારી નોંધાવાની શક્યતા વર્તાઈ રહી છે અને જેને લઈને કોંગ્રેસમાં ભૂકંપ આવવાની શક્યતા હાલ જોવા મળી રહી છે આ બાબતે બહાદુરસિંહ વાઘેલા જણાવ્યું હતું કે, હું કોંગ્રેસ પક્ષમાં ૩૫ વર્ષથી કોંગ્રેસમાં છું અને અનેક વાર હું ઉચ્ચ હોદ્દા પર રહી ચૂક્યો છું અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દ્વારા ૨૦૧૨માં મને ખોટું આશ્વાસન આપ્યું કે, જો આપણી કોંગ્રેસ સરકાર જો સત્તામાં આવશે તો તમને ઉચ્ચ કોઈ હોદ્દો કે, ડિરેક્ટર પદ આપશું અને તે બાદ મને પેટા ચૂંટણીમાં મને ખોટી ટિકિટ આપવાનું પલોભન આપીને મને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસમાં મને રાજીનામું આપ્યું તે બાદ ડીસામાં પણ ૨૦૧૨માં યોજાયેલી પેટાચૂંટણી જેમાં ડીસાના હાલના ચાલુ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈને ટિકિટ આપીને જંગી મતદાન કરીને અમે વિજેતા બનાવેલ પણ તાજેતરમાં કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા ડીસામાં ફરીથી કોંગ્રેસના ઉમદેવાર તરીકે ગોવાભાઈ દેસાઈને રિપીટ કરતા અમે નારાજ થયા છીએ અને ૨૦૧૨માં યોજયેલી પેટાચૂંટણીમાં ગોવાભાઈ કહું હતું કે, આ મારી છેલ્લી ચૂંટણી છે અને હું હવે ચૂંટણી નહીં લડું પણ ગોવાભાઈ દ્વારા આ તાજેતરમાં યોજાનારી ચૂંટણીમાં ફરીથી દાવેદારી કરી રહ્યા છે ત્યારે હું પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખમાંથી રાજીનામું આપીને હું ડીસાની વિધાનસભામાં અપક્ષ દાવેદારી નોંધાવું છું.