બનાવથી બનાસકાંઠા પંથકમાં શોકની લાગણી
(તસવીર : જમીલ મેમણ, ડીસા)
અકસ્માતમાં મૃતકો
૧. ઈકબાલ અબ્દુલ સત્તાર મેમણ, (ઉ.વ.રપ)
ર. આસિફ અબ્દુલ સત્તાર મેમણ (ઉ.વ.૩૦)
૩. રેહાન ઈકબાલભાઈ મેમણ
૪. ચાર મહિનાનો બાળક
પ. રિઝવાન આસિફ મેમણ
ડીસા, તા.રર
ડીસા-માલગઢ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં પાંચ જણાંના મોત નિપજતાં મંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. બનાવની વિગત અનુસાર ડીસા-માલગઢ નજીક તાતા મોટર્સની પાસે ટ્રકચાલક રિવર્સમાં ટ્રક લઈ રહ્યો હતો ત્યારે અચાનક એક કાર આવી ચઢી હતી અને સીધી ટ્રકની અંદર ઘૂસાડી દેતાં ગાઝારી ઘટના સર્જાઈ હતી. બનાવના ઘટના સ્થળે આસપાસના લોકો તથા વાહનચાલકો ધસી આવ્યા હતા અને કારમાંથી ફસાયેલ લોકોને બહાર કાઢયા હતા જેમાં ઘટના સ્થળે જ પાંચ જણાના મોત થયા હતા જ્યારે બે ગંભીર ઈજાગ્રસ્તોને પાલનપુર ખાતેથી હોસ્પિટલમાં ખસેડયા હતા.
અકસ્માતમાં છ મહિનાના બાળકનો બચાવ થયો હતો. બનાવની જાણ થતાં ઘટના સ્થળે પોલીસ કાફલો તથા એમ્બ્યુલન્સ ધસી આવી હતી અને મૃતકો-ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડયા હતા. અકસ્માતમાં માર્યા ગયેલ તમામ પાંચ લોકો પાલનપુરના હોવાનું જાણવા મળેલ છે. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments