ડીસા, તા.ર૬
બનાસકાંઠા જિલ્લા એલ.સી.બી સ્ટાફના ગણપતલાલ સ્ટાફની ટીમ ડીસામાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે ડીસા શહેરમાં સોમવારે મોડી રાત્રે રખેવાળ પ્રેસની પાછળ ઉમિયાનાગર સોસાયટીમાં અંકુર મોદી અને અન્ય માણસો દારૂની સ્વીફટ ગાડી નંબર ય્ત્ન ૨૭ છછ ૧૪૯૯ તથા મોપેડ-૩ (એકટીવા, ઇટરનો, મેસ્ટ્રો) અને મોટર સાઇકલ-૨ એમ કુલ મળી છ વાહનોમાં વિદેશી દારૂની હેરાફેરી કરે છે તેવી બાતમી મળતા પોલીસે રેડ કરી હતી.
જેમાં સ્વીફટ ગાડીમાંથી તેમજ પાંચ દ્વિ ચક્રીય વાહનોમાંથી વિદેશી દારૂ અને બિયરની બોટલ નંગ-૬૪૦ કિ.રૂા.૮૨૦૦૦, સ્વિફટ ગાડી કી.રૂા.૬ લાખ તથા પાંચ દ્વિ ચક્રીય વાહનો કિ.રૂ.૧.૬૦ લાખ તેમજ મોબાઈલ ત્રણ કિંમત રૂા.૧૫૦૦ એમ કુલ રૂા.૮.૪૩.૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે ગંગારસિંહ છેલસિંહ દેવડા (રહે-પાલડી, તા-સંચોર, જી.જાલોર, રાજ.), હિતેશ લક્ષમીચંદ મોદી, સાગર લાલભાઈ મોદી (બંને રહે- રિસાલા બજાર, ડીસા)ને પકડી લીધા હતા.જ્યારે અંકુર દિલીપભાઈ મોદી, તૈયાબા મુસલમાન, પિરાભાઈ પરખાભાઈ રબારી, મહેન્દ્ર રાઠોડ, રાહુલ મુકેશભાઈ મોદી અને કાળુ ઠાકોર ભાગી ગયા હતા.પોલીસે તમામ વિરુદ્ધમાં ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.