ડર્બન,તા.૧૫
દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી’કોક ટી૨૦ આંતરાષ્ટ્રીય મેચમાં સૌથી ઝડપી અર્ધસદી ફટકારનાર આફ્રિકન બેટ્સમેન બન્યો છે. ડી’કોકે શુક્રવારે કિંગ્સમીડ મેદાન પર ઈંગ્લેન્ડ સામેની બીજી ટી૨૦ મેચમાં આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. ડી’કોકે ૧૭ બોલમાં અર્ધસદી ફટકારી હતી અને દક્ષિણ આફ્રિકાના કોઈપણ ખેલાડી કરતા સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
ડી’કોકે ૨૨ બોલમાં ૬૫ રનની ઈનિંગ રમી હતી, જેમાં બે ચોગ્ગા અને આઠ છગ્ગાનો સમાવેસ થાય છે. અગાઉ ૨૦૧૬માં એ બી ડીવિલિયર્સ અને ડી’કોકે ૨૧ બોલમાં અર્ધસદી નોંધાવી હતી. જો કે ડી’કોકની તોફાની બેટિંગ છતા દક્ષિણ આફ્રિકા મેચ જીતી શક્યું નહતું.
ઈંગ્લેન્ડે આ મેચ જીતીને ત્રણ મેચની ટી૨૦ સીરિઝ ૧-૧થી સરભર કરી છે. ટી૨૦ ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ ભારતના ડાબોડી બેટ્સમેન યુવરાજ સિંહના નામે છે, ૨૦૦૭માં ઈંગ્લેન્ડ સામેની ટી૨૦ મેચમાં યુવરાજે ૧૨ બોલમાં અડધી સદી ફટકારી હતી.
ડી કોક બન્યો ટી૨૦માં સૌથી ઝડપી અર્ધસદી ફટકારનાર બેટ્સમેન, ડીવિલિયર્સનો રેકોર્ડ તોડ્યો

Recent Comments