(એજન્સી) નવી દિલ્હી, તા.ર૬
ગુવાહાટીથી બુધવારે બપોર બાદ દિલ્હી પહોંચેલ એર એશિયાના એક વિમાનના ટોઈલેટમાંથી એક ભ્રૂણ માથું મળ્યું, દિલ્હી પોલીસે જણાવ્યું કે, શૌચાલયમાં ભ્રૂણ મળ્યાની જાણકારી 15784ના પાયલોટ અને ક્રૂ મેમ્બરોએ આપી. ટેકઓફ ઈમ્ફાલથી શરૂ થયો હતો. પોલીસે જણાવ્યું કે, ગુવાહાટીથી વિમાનમાં સવાર થયેલી એક મહિલાએ સમય પહેલા મૃત ભ્રૂણને જન્મ આપ્યું હતું. એર એશિયાના એક નિવેદનમાં કહ્યું કે, સંદિગ્ધને આશય તપાસ માટે પોલીસ દ્વારા રોકીને રાખવામાં આવી છે. તેની ઓળખ વિમાનમાં સવાર બધી મહિલા યાત્રીઓની પૂછપરછ બાદ થઈ છે.