(એજન્સી) તા.૬
નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીએ સોમવારે કહ્યું હતું કે, દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈમથક પરથી પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. હબીબુર રહમાન ઉર્ફે હબીબ નામનો આ આતંકવાદી મૂળ ઓરિસ્સાના કેન્દ્રપાડાનો રહેવાસી છે અને હાલમાં સઉદી અરબમાં રહેતો હતો. એનઆઈએ મુજબ હબીબુર રહમાન તૈયબાના આતંકવાદી શેખ અબ્દુલ નઈમ ઉર્ફે નોમીનો હેન્ડલર છે. નોમીની ર૦૦૭માં ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તે બે પાકિસ્તાની અને એક કાશ્મીરી આતંકવાદીને બાંગ્લાદેશ માર્ગે ભારતમાં ઘૂસેડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ઓગસ્ટ ર૦૧૪માં નોમી કેદમાંથી ભાગી ચૂકયો હતો. હબીબુર રહેમાને જુદા જુદા સમયે નોમી માટે ભંડોળ અને આશ્રયસ્થાનની વ્યવસ્થા કરી હતી. એનઆઈએ હબીબુર રહમાનને પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર કરી તેના રિમાન્ડની માગણી કરશે.