(એજન્સી) તા.૧૧
મંગળવારે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થવાની શરૂઆત થઈ તે સાથે ભાજપ કાર્યાલયના વેરાન દૃશ્યો જોઈને લાગતું હતું કે, તેમણે હાર સ્વીકારી લીધી છે અને આપને સ્પષ્ટ બહુમતી સાથે વિજય મળશે. ભાજપે તેના દિલ્હી કાર્યાલય ખાતે મૂકેલા પોસ્ટરોમાં લખવામાં આવ્યું છે કે, તેઓ હારથી હતાશ થતા નથી. આ પોસ્ટરમાં અમિત શાહનો ફોટો છે અને સાથે સાથે લખવામાં આવ્યું છે કે, “વિજય અમને અહંકારી બનાવતો નથી અને હાર અમને હતાશ કરતી નથી.” જો કે, દિલ્હી ભાજપના અધ્યક્ષનું કહેવું છે કે, આ પોસ્ટર જૂનો છે અને તેને દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ સાથે ન સાંકળવું જોઈએ.
દિલ્હી ચૂંટણી : સ્તબ્ધતા, હતાશાથી ભાજપ કાર્યાલય વેરાન ગૌરવપૂર્ણ રીતે હાર સ્વીકારતા પોસ્ટરો નજરે પડ્યા

Recent Comments