15બળાત્કારની ધમકી બાદ દેખાવોમાં શુભકામના સાથે ગુરમેહર ચળવળમાંથી ખસી ગઈ • રામજસ કોલેજમાં પોલીસ દ્વારા વિદ્યાર્થી પર બળજબરીનો માનવ અધિકાર પંચનો આરોપ; દિલ્હી પોલીસ કમિશનરને નોટિસ પાઠવી • સંઘનું છેલ્લું હથિયાર, હિંસાથી ડરાવો : યેચુરી • સહઅસ્તિત્વની આઝાદી છતાં અસંમતિ • લાઠી, પથ્થર, ખૂન નહીં વાદવિવાદની આઝાદી • સરકારનું કાયદાવિહીન પ્રોત્સાહન : ટીચર્સ એસોસીએશન પણ વિરોધમાં જોડાયું

નવી દિલ્હી. તા. ૨૮

દેશના પાટનગર દિલ્હીમાં મંગળવારનો દિવસ એબીવીપી વિરૂદ્ધ દેખાવો અને રેલીઓનો બની રહ્યો હતો જેમાં વિદ્યાર્થીઓ ઉપરાંત પ્રોફેસરો અને રાજનેતાઓ પણ જોડાયા હતા. દરમિયાન રામજસ કોલેજમાં થયેલી હિંસા બાદ સોશિયલ મીડિયા ફેસબૂક-ટિ્‌વટર પર કેમ્પેન ચલાવનારી કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા કેપ્ટન મનદીપસિંહની પુત્રી ગુરમેહર કૌરે હવે પોતાને કેમ્પેનમાંથી અલગ કરી છે જ્યારે ગુરમેહરને રેપની ધમકી કેસમાં દિલ્હી પોલીસે એફઆઇઆર નોંધી છે. આ ઉપરાંત એવા પણ અહેવાલો મળી રહ્યા છે કે, ગુરમેહર પોતાના ઘરે પરત ફરી ગઈ છે. આ દરમિયાન રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે દિલ્હી પોલીસ પર રામજસ કોલેજમાં બનેલા ઘટનાક્રમમાં બળજબરી કરવાનોે આરોપ મુક્યો હતા. માનવ ્‌ધિકાર પંચે આ અંગે દિાલ્હી પોલીસ કમિશનરને નોટિસ મોકલી હતી.

ઉલ્લેખનીય છે કે, કૌરે સોમવારે મહિલા પંચમાં પહોંચી સોશિયલ મીડિયા પર તેને બળાત્કાર તથા હત્યાની ધમકીઓ મળી હોવાની રજૂઆત કરી હતી જેના પગલે મહિલા પંચે પણ તેને સહયોગ આપવા બાંહેધરી આપી હતી. આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ઉપરાજ્યપાલ અનિલ બૈજલને મળીને ગત અઠવાડિયે રામજસ કોલેજમાં હિંસા કરનારા એબીવીપીના વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવા અને કૌરને બળાત્કારની ધમકી આપનારા સામે પગલાં લેવા માગ કરશે.  કૌરે એક ટિ્‌વટ દ્વારા વિદ્યાર્થી સંગઠન આઇસા તરફથી કાઢવામાં આવનારી રેલી માટે વિદ્યાર્થીઓને શુભકામના આપી હતી અને જણાવ્યું હતું કે, માર્ચમાં વધુમાં વધુ સંખ્યામાં તેઓ એકઠા થાય અને આ ચળવળ ફક્ત મારા માટે નહીં પરંતુ તમામ વિદ્યાર્થીઓ માટે છે. આ સાથે જ તેણે પોતાના વિરોધીઓને જવાબ આપતા જણાવ્યું હતું કે, જે લોકો મારા સાહસ સામે સવાલો ઉઠાવી રહ્યા છે તેમને હું કહેવા માગું છું કે, મેં તેમના કરતા ઘણી વધારે હિંમત દેખાડી છે. એ વાત પણ હવે સ્પષ્ટ છે કે, ભવિષ્યમાં હવે કોઇ પણ હિંસા તથા ધમકી આપતા પહેલા દસ વખથ વિચારશે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી યુનિવર્સિટી અને જેએનયુના વિદ્યાર્થીઓએ ગત અઠવાડિયે રામજસ કોલેજમા હિંસા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહીની માગ સાથે ખાલસા કોલેજમાંથી રેલી કાઢી હતી. લેફ્ટ સમર્થિત રેલીમાં સીતારામ યેચૂરી તથા ડી રાજા પણ જોડાયા હતા. દિલ્હી યુનિવર્સિટીની રામજસ કોલેજ  ખાતે આયોજિત રેલીમાં સીતારામ યેચૂરીએ જણાવ્યંું હતું કે, અમારી રાષ્ટ્રીયતા, અમે ભારતીય છે નહીં કે, કોણ હિંદુ છે? તેઓ હિંસા દ્વારા આ લડાઈને જીતી શકશે નહીં. આ કોઇ લેફ્ટ કે રાઇટની નહીં પણ રાઇટ અને રોંગની લડાઇ છે. ગત વર્ષથી શરૂ થયેલા આરોપોમાં પણ મીડિયા શોધી-શોધીને થાકી ગયું પરંતુ કોઇ પુરાવા અત્યારસુધી મળી શક્યા નથી.  તે દિવસે પણ ઘણા મીડિયા કર્મીઓ હાજર હતા પરંતુ તેમાંથી કોઇએ પણ દેશવિરોધી નારા સાંભળ્યા નથી અને તેમની પાસે કોઇ વીડિયો ક્લિપ પણ નથી. તેનાથી તદ્દન વિરૂદ્ધ પત્રકારો તથા વિદ્યાર્થીઓને માર મરાયો છે.