(એજન્સી) નવી દિલ્હી, તા.૫
દિલ્હીના દ્વારકા સેક્ટર ર૩મા એક ૬ વર્ષની બાળકી સાથે હેવાનિયત રીતે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ બાળકી લોહીથી ખરડાયેલી સ્થિતિમાં એક રોડના ખૂણે ઝાડીમાં મળી હતી. કોઈ રસ્તે જતાએ તેને જોઈ અને પોલીસને સૂચના આપી. બાળકીને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ડૉક્ટરનું કહેવું છે કે, તેની સ્થિતિ ગંભીર છે. બાળકીની મા ઘરોમાં સાફ-સફાઈનું કામ કરે છે. પિતા મજૂરી કરે છે. જેણે આ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું, તેનો ચહેરો સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે, તે જ ફૂટેજના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ર૪ વર્ષીય આરોપીનું નામ મોહમ્મદ નન્હે છે. તેના પિતાનું નામ જાહિદ છે અને તે યુપીના બુલંદશહેરનો રહેવાસી છે. આરોપી ત્રણ મહિના પહેલાં જ બુલંદશહેરથી દિલ્હી આવ્યો હતો. પોલીસ મુજબ મોહમ્મદ નન્હે કોઈ ખાસ કામ કરતો ન હતો, તેને રખડતો બતાવવામાં આવી રહ્યો છે. દિલ્હીના દ્વારકામાં એક ૩ વર્ષની બાળકી સાથે બળાત્કાર પછી બાળકીની સ્થિતિ ગંભીર છે. સીસીટીવી ફૂટેજમાં બાળકીને લઈ જતા આરોપીને જોઈ શકાય છે. આ ઘટના ર જુલાઈએ બપોરે થઈ. પોલીસને બપોરે ૧ઃ૩૦ વાગે જાણ થઈ. બાળકીને પહેલાં ગામના લોકોએ જોઈ. પોલીસને સૂચના આપી પોલીસ અને ગામના લોકોએ મળીને પહેલાં તેના માતા-પિતાને સોંપ્યા, તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. સ્થિતિ ગંભીર હોવાના કારણે સફદરજંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.