(એજન્સી) નવી દિલ્હી,તા. ૩૦
રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં અનેક જગ્યાએ હળવો વરસાદ પડવાના કારણે તીવ્ર ગરમીની સ્થિતી વચ્ચે લોકોને રાહત થઇ છે. જો કે દિવસમાં તીવ્ર ગરમીનો અનુભવ હજુ પણ થઇ રહ્યો છે. દેશના અન્ય કેટલાક ભાગોમાં પણ હવામાનમાં પલટાની સ્થિતી જોવા મળી છે. રાષ્ટ્રીય પાટનગરમાં તોફાની વરસાદની સાથે મોડી રાત્રે વરસાદ થયો હતો. જો કે દિલ્હીના જુદા જુદા ભાગોમાં પારો ૪૨ સુધી પહોંચી ગયો છે. હવામાન વિભાગે કહ્યુ છે કે સાનુકુળ સ્થાનિક સ્થિતીના કારણે આ સ્થિતી સર્જાઇ છે. ક્ષેત્રીય હવામાન વિભાગે માહિતી આપતા કહ્યુ છે કે શુક્રવાર સુધી આવી જ સ્થિતી રહી શકે છે. જુદા જુદા વિસ્તારમાં વરસાદ થઇ શકે છે. આગામી થોડાક દિવસ દરમિયાન હળવો વરસાદ જારી રહી શકે છે. વાદળો વરસાદી રહેશે. તીવ્ર પવનની સાથે ઝાપટા જારી રહે તેવી વાત હવામાને કરી છે. રવિવારના દિવસે દિલ્હીના જુદા જુદા ભાગોમાં પારો ૪૨ સુધી પહોંચી ગયો હતો. પાલમ વિસ્તારમાં તો પારો ૪૨ સુધી પહોંચી ગયો હતો. દરમિયાન દેશના મોટા ભાગના રાજ્યોમાં ગરમીથી લોકો હવે પરેશાન થયેલા છે. રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને અન્યત્ર જોરદાર ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. બપોરના ગાળામાં જનજીવન પણ ખોરવાઇ ગયુ છે. લોકો કામ વગર બહાર નિકળવાનુ ટાળી રહ્યુ છે. હવામાન વિભાગે કહ્યુ છે કે આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ જારી રહી શકે છે. પાટનગરના કેટલાક હિસ્સામાં ધુળભરેલી આંધી ચાલી શકે છે.