(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૯
નાગરિકતા કાયદાના વિરોધમાં પ્રદર્શનોને પગલે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રોના ૨૦ સ્ટેશનોના દરવાજા બંધ કરાયા હતા. મોડી સાંજે આ દરવાજા ખોલી દેવાયા હતા. ડીએમઆરસીએ રાજીવ ચોક, લાલ કિલા, જામા મસ્જિદ, ચાંદની ચોક, વિશ્વવિદ્યાલય,જામિયા મિલ્લિયા ઇસ્લામિયા, જાસોલા વિહાર, શાહીન બાગ, મુનિરકા, પટેલ ચોક, લોક કલ્યાણ, ઉદ્યોગ ભવન, આઇટીઓ, પ્રગતિ મેદાન, સેન્ટ્રલ સચિવાલય, વસંત વિહાર, બારાખંબા, જનપથ, મંડી હાઉસ અને ખાન માર્કેટના મેટ્રો સ્ટેશનના દરવાજા બંધ રખાયા હતા. મધ્ય સચિવાલય અને મંડી હાઉસ સ્ટેશને ઇન્ટરચેન્જ સુવિધા પુરી પડાઇ હતી. ડીએમઆરસીએ જણાવ્યું હતું કે, પટેલ ચોક, લોક કલ્યાણ માર્ગ, ઉદ્યોગ ભવન, આઇટીઓ, પ્રગતિ મેદાન અને ખાન માર્કેટના દરવાજા સંપૂર્ણપણે બંધ રખાયા છે. આ સ્ટેશનો પર ટ્રેનો રોકાશે નહીં. સેન્ટ્રલ સેક્રેટરિએટના દરવાજા પણ બંધ રખાયા હતા પણ ઇન્ટરચેન્જ ફેસિલિટી ચાલુ રખાઇ હતી.
સીએએ વિરોધી દેખાવ : દિલ્હી મેટ્રોના ૨૦ સ્ટેશનના દરવાજા બંધ કરાયા

Recent Comments