(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
દિલ્હી જીતવા માટે ભાજપે આ સમયે એડી ચોટીનું દમ લગાવીને આક્રમક ચૂંટણી અભિયાન શરૂ કરાયું હતું. ભારતીય જનતા પાર્ટીએ દિલ્હી ફતેહ કરવા માટે પોતનાં ૩૫૦ સાંસદો તેમજ નેતાઓની ફોજને મેદાનમાં ઉતારી દીધી હતી. કેન્દ્રીય મંત્રી ગૃહમંત્રી અમિત શાહે તો શહેરની ગલીઓ ગલીઓ ફરીને મત માગ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોરદાર ભાષણો દ્વારા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. બીજેપીએ દિલ્હીમાં પોતાનો વનવાસ પૂર્ણ કરવા અને સત્તાનો સ્વાદ ચાખવા માટે તમામ પ્રકારનાં પ્રયાસો કર્યા હતા.
જો કે છેલ્લી બે લોકસભા ચૂંટણીઓમાં અને ઘણી વિધાનસભા ચૂંટણીઓમાં મોદી જાદુ ચાલવા છતાં છેલ્લા ૨૦ વર્ષોથી ભાજપા દિલ્હીની સત્તામાં પરત આવી શકી નથી. આ સમયે પાર્ટીએ અત્યંત આક્રમક ચૂંટણી અભિયાન શરૂ કર્યું હતું. પાર્ટીનાં ટોચના નેતાઓએ અનેક રેલીનું સંબોધન કર્યું અને રોડ શો, ડોર-ટુ-ડોર ઝુંબેશ હાથ ધરી હતી. ભાજપે ચૂંટણી પ્રચારમાં ૨૦૦ સાંસદો, ઘણા મુખ્ય પ્રધાનો અને લગભગ તમામ કેન્દ્રીય મંત્રીઓનો સમાવેશ કર્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી વિધાનસભા ૨૦૨૦માં ચૂંટણી પ્રચારમાં કોઈ કસર બાકી રાખી નહોતી. શાહે ભાજપાનાં ઉમેદવારોનાં સમર્થનમાં ૪૭ ચૂંટણી સભાઓ યોજી હતી, જેમાં ૩૫ રેલીઓ નવ રોડ શોનો પણ સમાવેશ થાય છે. અમિતાશાહે ૧૩ દિવસોમાં ૩૫ રેલીઓ કરી હતી. ત્યારે ભાજપનાં નવા અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ લગભગ ૪૦ બેઠકો અને રોડશોમાં પણ ભાગ લીધો હતો દિલ્હી ચૂંટણી પ્રચારનાં અતિંમ ચરણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પોતાની પાર્ટી માટે પ્રચાર કર્યો હતો. કેન્દ્રીયમંત્રી નિતિન ગડકરીએ પણ પાંચ ચૂંટણી સભાઓમાં ભાગ લીધો હતો. જ્યારે રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ નવ બેઠકોમાં ભાગ લીધો હતો.