(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૪
દિલ્હી પ્રદૂષણથી ગૂંગળાયું ત્યારે કેન્દ્ર સરકાર ૨૦૧૪ માં ઘડવામાં આવેલા ઓદ્યોગિક એમિશન નિયમો લઈને બેસી રહી છે. છેલ્લા ચાર વર્ષથી કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દિલ્હીમાં ઓદ્યોગિક પ્રદૂષણમાં ઘટાડો થઈ શકેતે નિયમોની મંજૂરી આપી નહોતી. દલ્હી-એનસીઆર વિસ્તારમાં હવાના પ્રદૂષણ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની સાથે દિલ્હી,પંજાબ અને હરિયાણા સરકારને નોટીસ પાઠવી છે. દિલ્હીમાં પ્રવર્તી રહેલા પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ ‘કટોકટી’ જેવી છે. કેજરીવાલ સરકારે ઓડ ઈવન યોજનાને લાગુ પાડવા એનજીટી કોર્ટ પહોચી છે. એનજીટીના વાંધા-વચકાની વચ્ચે દિલ્હી સરકારે ઓડ ઈવન યોજનાને રદ કરી નાખી હતી. ઓક્ટોબરમાં પર્યાવરણની ઝાટકણી કાઢતાં સુપ્રીમ કોર્ટે આ વાત અત્યંય ધ્રુણાસ્પદ ગણાવી હતી. ખંડપીઠે કહ્યું કે અમે પ્રદૂષણની ઉપેક્ષા ન કરી શકીએ. નવી અરજીમાં સુપ્રીમ કોર્ટની વિનંતી કરવામાં આવી કે કેન્દ્ર તથા સંબંધિત રાજ્યોને રસ્તાઓની ધૂળ તથા પરાળી સળગાવવા પર અંકૂશ મુકવાનો આદેશ આપવામાં આવે.દિલ્હી સરકારે ઓડ ઈવન યોજનામાંથી મહિલાઓ અને દ્વિચક્રી વાહનોને મુક્તિ આપવાની માંગણી કરી છે જેને ફગાવી દેતા એનજીટીએ દિલ્હી સરકારને કહ્યું કે તે તેની અરજી પાછી ખેંચી શકે છે. દિલ્હી સરકાર ફરી વાર અરજી દાખલ કરશે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે. શનિવારે એનજીટીએ ઓડ ઈવન યોજનામાંથી મહિલાઓ અને દ્વિચક્રી વાહનોને છૂટ આપવાનો ઈન્કાર કરી દીધો છે.