(એજન્સી) નવી દિલ્હી, તા.૬
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આદેશ પછી એસ.સી, એસ.ટી., લઘુમતી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નહીં મળેલ સ્કોલરશિપ હવે આપવામાં આવી છે. મળેલ સમાચાર અનુસાર પાંચ લાખ સ્કોલરશિપ આપી દેવામાં આવી છે અને એમ.સી.ડી.,એન.ડી.એમ.સી., એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટસનું વેરિફીકેશન ચાલી રહ્યું છે. વેરિફીકેશન પછી આ જ મહિને ૧.૧૭ લાખ સ્કોલરશિપ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે કેટલાક વિદ્યાર્થીઓએ દિલ્હીના સી.એમ. અરવિંદ કેજરીવાલને ફરિયાદ કરી હતી કે ગત કેટલાક મહિનાથી તેઓને સ્કોલરશિપ મળી નથી. તપાસ બાદ જાણવા મળ્યું કે વિદ્યાર્થીઓને ૧૬ મહિનાથી સ્કોલરશિપ મળી નથી. કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારની અલગ-અલગ સ્કીમ હેઠળ પાંચ લાખથી વધુ સ્કોલરશિપ અત્યાર સુધી આપવામાં આવી નથી. આ મુદ્દો સામે આવતા સી.એમ. કેજરીવાલે ચીફ સેક્રેટરીને આદેશ આપ્યો કે ૧પ જૂલાઈ સુધી પ.પ૭ લાખ સ્કોલરશિપ જારી કરવામાં આવે. જે માટે ભલે અધિકારીઓને રાત-દિવસ કામ કેમ ન કરવું પડે.