નવી દિલ્હી,તા. ૪
દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાન ખાતે રમાઇ રહેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચના આજે ત્રીજા દિવસે ભારતે તેની સ્થિતી અતિ મજબુત બનાવી લીધી હતી. આજે રમત બંધ રહી ત્યારે ભારતના પ્રથમ દાવમાં સાત વિકેટે ૫૩૬ રન દાવ ડિકલેરના જવાબમાં પ્રવાસી શ્રીલંકાએ તેના પ્રથમ દાવમાં નવ વિકેટે ૩૫૬ રન કર્યા હતા. આજે રમત બંધ રહી ત્યારે કેપ્ટન ચાંડીમલ ૧૪૭ રન સાથે મેદાનમાં હતો. જ્યારે છેલ્લી વિકેટ તરીકે તેની સાથે સંદાકન શુન્ય રન સાથે રમતમાં છે. તે પહેલા ઓલરાઉન્ડ મેથ્યુસે પણ સદી કરી હતી. તે ૧૧૧ રન કરી આઉટ થયો હતો. મેથ્યુસ અને ચાંડીમલે ચોથી વિકેટની ભાગીદારીમાં ૧૮૧ રન કર્યા હતા. તેમની લાંબી ભાગીદારીના કારણે શ્રીલંકાને સસ્તામાં આઉટ કરવાની ભારતની આશા પર પાણી ફરી વળ્યુ હતુ. જો કે શ્રીલંકા હજુ પણ ૧૮૦ રન પાછળ છે અને તેની એક વિકેટ હાથમાં છે.
સ્કોરબોર્ડ : દિલ્હી ટેસ્ટ
ભારત પ્રથમ દાવ : ૫૩૬-૭ (ડિક)
શ્રીલંકા પ્રથમ દાવ :
કરુણારત્ને કો. સહા બો. સામી ૦૦
પરેરા એલબી બો. જાડેજા ૪૨
સિલ્વા એલબી બો. ઇશાંત ૦૧
મેથ્યુસ કો. સહા બો. અશ્વિન ૧૧૧
ચાંદીમલ અણનમ ૧૪૭
સમરવિક્રમા કો. સહા બો. ઇશાંત ૩૩
સિલ્વા કો. ધવન બો. અશ્વિન ૦૦
ડિકવિલ્લા બો. અશ્વિન ૦૦
લકમલ કો. સહા બો. સામી ૦૫
ગમાજ એલબી બો. જાડેજા ૦૧
સંદાકન અણનમ ૦૦
વધારાના ૧૬
કુલ (૧૩૦ ઓવરમાં ૯ વિકેટે) ૩૫૬
પતન : ૧-૦૦, ૨-૧૪, ૩-૭૫, ૪-૨૫૬, ૫-૩૧૭, ૬-૩૧૮, ૭-૩૨૨, ૮-૩૩૧, ૯-૩૪૩
બોલિંગ : સામી : ૨૪-૬-૭૪-૨, ઇશાંત : ૨૭-૬-૯૩-૨, જાડેજા : ૪૪-૧૩-૮૫-૨, અશ્વિન : ૩૫-૮-૯૦-૩
Recent Comments