(એજન્સી) નવી દિલ્હી, તા.૧પ
દિલ્હી યુનિવર્સિટીમાં ફરી એકવાર હલકી કક્ષાનો બનાવ બન્યો છે. તાજેતરમાં યુનિવર્સિટીની ચૂંટણીમાં ચૂંટાયેલ એક મહિલાએ તેની શિક્ષિકાને મોઢા પર મારમારતી ઘટના પ્રકાશમાં આવી છે. હુમલાખોર મહિલા સંઘ પ્રેરિત એબીવીપી સાથે જોડાયેલ છે. ફેબ્રુઆરીમાં એક શાંતિપૂર્ણ દેખાવો સમયે એબીવીપીના કાર્યકરોએ પ્રદર્શનકર્તાઓ પર હુમલા કર્યા હતા. બીજી ઘટનામાં ડીયુ ફેકલ્ટી આભા દેવી હબીબના મોઢા પર મુક્કા મારવાની ઘટના બની છે. જે તસવીરમાં નજરે પડે છે. ઘણા બધા વિદ્યાર્થી સંઘોએ અને શિક્ષક સંઘોએ આ ઘટનાને વખોડી કાઢી છે. હબીબે હુમલાની ટીકા કરતાં કહ્યું કે એબીવીપીએ તેના ચૂંટણી ઢંઢેરામાં યુનિવર્સિટીના કેમ્પસને હિંસામુક્ત તેમજ ભયમુક્ત બનાવવા માટે વચન આપ્યું હતું. ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશનને તેની પસંદગી સામે ઉપકુલપતિ અને ચૂંટણી સમિતિને પત્ર લખ્યો હતો. રામજસ હિંસામાં નાગરનું નામ છે. તેની સામે દિલ્હી હાઈકોર્ટમાં એક જાહેરહિતની અરજી કરી હતી જેમાં નાગરનું નામ છે. તેની સામે પગલાં લેવા માટે ભલામણ કરાઈ છે. ન્યુઝ ક્લીકના પત્રકાર પણ હુમલાનો ભોગ બન્યા હતા.
એબીવીપીના રાષ્ટ્રીય મીડિયા કન્વિનર સાકેત બહુગુણાએ આ બધા આરોપો મનઘડત છે. તેમાં કોઈ તથ્ય નથી. શિક્ષક પર હુમલા અંગે તેઓ કોઈ પુરવાર કરી શક્યા નથી. લીંગદોહ કમિટીના અહેવાલ મુજબ કોઈપણ વિદ્યાર્થી શિસ્ત ભંગના પગલાંના સામનો કરતો હોય ત્યારે તો ચૂંટણી લડી શકે નહીં તેમ છતાં આવા કોઈ પગલાં નાગર સામે લેવાયા નથી.
ચૂંટણી લડનારાઓ વિદ્યાર્થીઓ પર હુમલો કરતાં કેમેરામાં કેદ છે. તેમજ બીજા રેકોર્ડિંગમાં એક વિદ્યાર્થિનીને ૪ વિદ્યાર્થીઓ મારઝૂડ કરતા નજરે પડે છે. પોલીસ આ એબીવીપીના હુમલાખોરોની ધરપકડ કરવામાં નિષ્ફળ રહી હતી. તેના બદલે પોલીસે શાંતિપૂર્ણ દેખાવો કરતાં વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી. જેમના હાથમાં બેનર અને પ્લેકાર્ડ હતા, શસ્ત્રો ન હતા. પોલીસ દ્વારા પ્રદર્શન કરનારાઓને ધક્કા-મુક્કી કરાઈ હતી. જેઓ પોલીસની આજુબાજુ શાંતિપૂર્ણ રીતે ઊભા હતા. દિલ્હી યુનિવર્સિટીના ઈતિહાસમાં આ એક નવી પડતીનો બનાવ હતો. રાષ્ટ્રવાદના નામે એબીવીપી દ્વારા પ્રોત્સાહિત સભ્યોએ શિક્ષકો પર હુમલા કર્યા હોવાનો આભા દેવ હબીબે આરોપ મૂક્યો હતો.