(સંવાદદાતા દ્વારા)
મોડાસા, તા.૬
અરવલ્લીના બાયડ તાલુકાના ડેમાઈમાં દૂધ મંડળી દ્વારા લગાવવામાં આવ્યું છે. આ એટીએમમાં બજાર કરતા સસ્તા ભાવે દૂધ મળે છે. તેમાં ૧૦ રૂપિયાનો સિક્કો નાખો તો રપ૦ ગ્રામ દૂધ નીકળે છે. હાલ ખેડૂત આંદોલનને પગલે દૂધ માટેની બૂમરાણ મચી છે. ત્યારે રાજ્યના અંતરિયાળ ગામમાં દૂધનું એટીએમ અચરજની વાત મનાય છે.
તમે પૈસાનું એટીએમ તો જોયુ હશે પણ અમે તમને આજે એવા એટીએમની વાત કરવી છે કે જેમાંથી પૈસા નહી પણ દૂધ નીકળે છે. વાત છે બાયડ તાલુકાના ડેમાઈ ગામની જ્યાં દૂધ મંડળીએ દૂધનું એટીએમ લગાવ્યું છે. ગામ લોકો દ્વારા ગામમાં તાજુ દૂધ મળે તે માટે વારંવાર રજૂઆતો કરવામાં આવતા દૂધ મંડળીના સેક્રેટરી ભરતભાઈ પટેલ, ચેરમેન ચીમનભાઈ પટેલ અને સભાસદો દ્વારા વિચારણા કરી ડેરીમાં દૂધ એટીએમ લગાવવામાં આવ્યું છે જેના કારણે ગ્રામ લોકોને સવાર સાજ તાજુ દૂધ મળી રહે છે.
ડેમાઈ દૂધ મંડળી દ્વારા લગાવવામાં આવેલા દૂધ એટીએમથી ગામ લોકોને તાજુ અને બજાર કરતા સસ્તુ દૂધ મળે છે. આ એટીએમમાં ૧૦ રૂપિયાનો સિક્કો નાખો તો રપ૦ ગ્રામ દૂધ નીકળે છે અને વધારે દૂધ જોઈતુ હોય તો દૂધ મંડળી દ્વારા દૂધ એટીએમ કાર્ડ બનાવવામાં આવ્યું છે. જે કાર્ડ એટીએમમાં આવેલા સ્કેનિંગ કરતાની સાથે જ એક લિટર દૂધ નીકળે છે. સમગ્ર જિલ્લામાં આ એક માત્ર દૂધનું એટીએમ છે. ડેમાઈ દૂધ મંડળી દ્વારા લગાવવામાં આવેલા દૂધ એટીએમથી ગામ લોકો ખૂબ ખુશ છે અને મંડળી દ્વારા કરવામાં આવેલા આ કાર્યને આવકારી રહ્યાં છે.
ડેમાઈમાં હવે, દૂધનું ATM

Recent Comments