પોતાની ૪૦ વર્ષ લાંબી ફિલ્મ કારકિર્દી દરમિયાન શબાના આઝમીએ પોતાના હૃદયમાં વસતા ખાસ કરીને મહિલાઓના અધિકારો અને કોમવાદ વિરુદ્ધ પોતાનો સ્પષ્ટ અને વેધક મત હંમેશા વ્યક્ત કર્યો છે. શબાના આઝમીની જ્યારે બહુમુખી રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા દિગ્દર્શક અપર્ણા સેનની ફિલ્મ ‘સોનાટા’ માટે સજ્જ થઇ રહી છે ત્યારે શબાનાએ લોકશાહીની તંદુરસ્તી, બોલિવુડમાં સગાવાદ અને બોલિવુડમાં મહિલાઓની ઉત્ક્રાંતિ અંગે હફિગ્ટન પોસ્ટ સાથેની વિસ્તૃત વાતચીત કરી હતી. જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે.

જ્યારે શબાનાને પૂછવામાં આવ્યું કે તમે આધેડ વયની મહિલાઓની મૈત્રી પર ફિલ્મ કરી રહ્યા છો. આવો એક સ્વાભાવિક વિષયનું ખેડાણ કરતા આટલો લાંબો સમય લીધો એવું નથી લાગતંુ ? આ પ્રશ્નના ઉત્તરમાં શબાનાએ જણાવ્યું હતું કે અલબત્ત આ વિષયનું ખેડાણ કરતા સમય લાગ્યો એ વાત સાચી પરંતુ સિનેમામાં અત્યાર સુધી મહિલા ક્યાં એટલી બધી દૃશ્યમાન થઇ છે. અગાઉની અમારી મહિલાલક્ષી ફિલ્મો મંે ચૂપ રહૂંગી તરીકે ઓળખાતી હતી.

૧૦ વર્ષ પહેલાની હિંદી ફિલ્મો જોશો તો તેમાં ભારતીય મહિલા મુખ્યત્વે પીળા કવરની શિફોન સાડી પહેરે છે અને આલ્પ્સની પર્વતમાળામાં નૃત્ય કરે છે એ અંગે વાત કરતા શબાનાએ જણાવ્યું કે ત્યારબાદ નારીવાદી ગણાતી ફિલ્મો જીને નહીં દૂંગી, જખ્મી ઔરત, ઇન્સાફકી દેવી વગેરે આવી હતી પરંતુ મહિલાઓ પુરુષો જેવી અસ્વાભાવિક હતી. કામકાજી મહિલા હિંદી સિનેમામાંથી જાણે અદૃશ્યમાન હતી.

N-7અત્યાર સુધી બોલિવુડે મહિલાનું આટલું નબળું ચિત્રણ કેમ રજૂ કર્યું છે ? એવું પૂછતા શબાનાએ જણાવ્યું હતું કે ભારતમાં આપણા હીરો અને હીરોઇનના ઘડતરમાં પૌરાણશાસ્ત્ર મહત્વની ભૂમિકા ભજવે છે અને આદર્શ પતિ તરીકે રામ અને પત્ની તરીકે સીતાને ધ્યાનમાં રાખીને મહિલાનું સદાચારી ચિત્રણ કરવામાં આવે છે.

હિંદી ફિલ્મોમાં હવે શું બદલાયુ છે ? એ અંગે વાત કરતા શબાનાએ વધુમાં જણાવ્યું હતું કે આ પરિવર્તન માટે મુખ્ય ધારાની મહિલા અભિનેત્રીઓની ભૂમિકા છે. તેઓ હવે સફળ પાત્ર ભજવવાનું મૂલ્ય સમજ્યા છે. જેમ કે વિદ્યાબાલન, કંગના રણૌત, દીપિકા પદુકોણ, પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ જેવી અભિનેત્રીઓએ મજબૂત ભૂમિકા ભજવી છે. મહિલાઓનું ચિત્રણ હવે ધૂમ્રપાન કરતી, શરાબપાન કરતી, શૈૈયા સુખ ભોગવતી એવી જુદી જુદી ભૂમિકામાં રજૂ કરવામાં આવે છે અને તેમ છતાં મહિલાને શિથિલ ચારિત્ર ધરાવતી ગણવામાં આવતી નથી એ અંગે વાત કરતા શબાનાએ જણાવ્યું હતું કે જ્યારે આવી બધી બાબતો પુખ્ત થતી જોવા મળે ત્યારે આવા બધા પ્રશ્નો ઊભા થાય છે અને મહિલાઓ તેનો જવાબ આપે છે. નારીવાદી ચળવળ સાથે તુલના કરીએ તો શરુઆતમાં થોડું અજુગતું લાગે જ્યારે તમે કોઇ ચીલાચાલુ સ્થિતિમાં ફેરફાર કરો ત્યારે તેની સ્પષ્ટતા થતા થોડો સમય લાગે છે. ધાર્મિક રાજકારણની દેશની સત્તા પર આવે તેના પર મહત્વની અસર પડે છે. આ સંજોગોમાં ફરી વખત રામ-સીતાના સદાચારી પાત્રો સ્થાન પ્રાપ્ત કરશે એવું તમે માનો છો ? આ પ્રશ્નના ઉત્તરમાં શબાનાએ જણાવ્યું હતું કે લોકશાહીનું સ્વાસ્થ્ય તેની લઘુમતીઓ પોતાને કેટલી સુરક્ષિત અનુભવે છે તેના પર આધારિત હોય છે અને અત્યારે આપણે મોટી મુશ્કેલીમાં છીએ તેમ છતાં મને એવું લાગે છે કે ભારતમાં લઘુમતીઓ માટેનો અવકાશ તેની ક્ષમતાના સર્વોચ્ચ સ્તરે પહોંચશે.

N-8આજકાલ ચાલતા હંગામા વચ્ચે પણ એક મજબૂત સિવિલ સોસાયટી છે જે સખત પ્રહારો કરે છે. મૂક બહુમતી એક બાજુએ ઊભા રહીને સ્થિતિ નિહાળવાનું બંધ કરવું જોઇએ અને મેદાનમાં ઝૂકાવવું જોઇએ. શું ફિલ્મ ઉદ્યોગ સ્વયં આ શાંત બહુમતીના ભાગરુપ નથી ? ફિલ્મ ઉદ્યોગ આ ક્ષણે સૌથી વધુ નિશાન બને છે. તાજેતરમાં સંજય લીલા ભણશાળીનો સેટ સળગાવી દેવામાં આવ્યો હતો અને તેના પર શારીરિક હુમલો પણ થયો હતો.

અપર્ણા સેન જેવી મહિલા સફળ ફિલ્મોના ઇતિહાસ બાદ થોડી ફ્લોપ ફિલ્મોના કારણે રૂા. ૨ કરોડ ઊભા ન શકે તે ખરેખર શરમજનક છે. શબાનાએ જણાવ્યું હતું કે આ બધા વચ્ચે લોકો ફિલ્મ ઉદ્યોગને નબળો ગણે છે જે મજબૂત રીતે ટકી શકે તેમ નથી. સ્વયંના જોરે ટકી શકે તેમ નથી. આલુ કહેવું ઘણું સરળ છે. પરંતુ જો તમે ફિલ્મમાં રૂા.૧૦૦ કરોડ રોક્યા હોય અને સેંકડો લોકોની રોજગારી તેના પર નિર્ભર હોય ત્યારે ફિલ્મના વાણિજ્યને પણ સુરક્ષિત રાખવો એ મારી ફરજ છે.