(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૬
શહેરમાં ડેન્ગ્યુનો વાવર ચાલી રહ્યો છે. મચ્છરજન્ય રોગ ડેન્ગ્યુની બીમારીમાં પુણા વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય કિશોરીનું મોત નીપજ્યું હતું. ડેન્ગ્યુની બીમારીમાં થયેલા મોતને લઈને આરોગ્ય તંત્ર દ્રારા ડેન્ગ્યુને નાથવા માટેના પ્રયાસો સામે લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે.
પુણા વિસ્તારમાં દિવાળી બાદ ડેન્ગ્યુના દર્દીઓની સંપુણામાં રહેતી કિશોરીનું ડેન્ગ્યુને કારણે મોતનીપજ્યું હતું.છેલ્લા ૧૫ દિવસમાં ૧૧૭ લોકો ડેન્ગ્યુની સારવાર હેઠળયામાં વધારો નોંધાયો છે. ડેન્ગ્યુની બીમારીમાં ૧૭ વર્ષિય કિશોરીના મોતને લઈને આરોગ્ય તંત્ર દોડતું થયું છે. પુણાની એક સોસાયટીમાં એક જ ઘરના પાંચ જેટલા લોકોને ડેન્ગ્યુ થયું હોવાનું સામે આવ્યું હતું. પાણીજન્ય રોગ પર નિયંત્રણ મેળવવા માટે સતત પ્રયત્નશીલ પાલિકાની કામગીરી વચ્ચે કિશોરીના મોતથી શહેરીજનો દહેશતમાં છે.