સુરેન્દ્રનગર, તા.૧૮
સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડીના કારણે રોગ ચાળો વકર્યોે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ઘેર-ઘેર માંદગીના ખાટલા હાલ જોવા મળી રહ્યાં છે. શિયાળામાં ઠંડીના કારણે મચ્છરનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે જેથી મચ્છર જન્ય રોગમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના ભારદમાં એક સાથે ૭થી વધુ ડેન્ગ્યુના કેસો નોંધાતા ચકચાર ફેલાયો છે. આ ૭ દર્દીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ધ્રાંગધ્રા તાલુકાના ભારદમાં એક સાથે ૭ વ્યકિતઓને ડેન્ગ્યૂ અને ઝેરી મેલેરિયા થતા ગામમાં ચિંતાની લાગણી પ્રસરી છે. ભારદમાં કડકડતી ઠંડી વચ્ચે રોગચાળાએ માઝા મૂકી છે. આ બાબતે ગામના સામાજીક કાર્યકર અનોપસિંહ પરમારે જણાવ્યુ કે, ગામમાં ગંદકીનું પ્રમાણ ખૂબ જ છે. અમારૂ ગામ રેડ ઝોનમાં આવે છે. સફાઇ તથા ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી છે.