(એજન્સી) તા.૧
ગુરૂવારે ડેનમાર્ક મોઢું ઢંકાય તેવા વસ્ત્રો પર પ્રતિબંધ મૂકનાર અન્ય યુરોપિયન દેશોની હરોળમાં આવ્યું છે. આ પ્રતિબંધ બુરખા તરીકે મહિલા ઈસ્લામિક પહેરવેશ માટે પણ લાગુ પડે છે. ડેનમાર્કની સાંસદમાં ૭૫-૩૦ના મતથી આ નિયમ પસાર કરવામાં આવ્યો. સરકારનું કહેવું છે કે, આ નિયમ કોઈ ધર્મને અનુલક્ષીને નથી અને તે હિજાબ, પાઘડી, ટીવી અને પરંપરાગત યહુદી ટોપી પર પ્રતિબંધ મૂકતો નથી. જો કે, આ નિયમ ‘બુરખા પ્રતિબંધ’ તરીકે પ્રચલિત છે અને તે મુસ્લિમ મહિલાઓના પરંપરાગત પોષાકને અનુલક્ષીને બનાવવામાં આવ્યો હોવાનું મનાય છે. ડેનમાર્કમાં કેટલીક મુસ્લિમ મહિલાઓ સમગ્ર ચહેરો ઢંકાય તેવો બુરખો પહેરે છે. ન્યાયમંત્રી પોલસેનએ જણાવ્યું કે, ૧ ઓગસ્ટથી લાગુ થનારા આ કાયદાના ઉલ્લંઘન પર કેવી રીતે પગલાં લેવા તે પોલીસ અધિકારીઓની સામાન્ય સૂઝ પર નિર્ભર કરે છે. પ્રથમ વાર નિયમના ઉલ્લંઘન પર ૧૦૦૦ કૃનર (૧૫૬ અમેરિકન ડોલર)નો દંડ છે. વારંવાર ઉલ્લંઘન બાદ દંડ ૧૦૦૦૦ કૃનર (૧૬૦૦ અમેરિકન ડોલર) સુધી વહેંચી શકે છે અને ૬ મહિના સુધીની સજા થઈ શકે છે. ઓસ્ટ્રિયા, ફ્રાન્સ અને બેલિજ્યમમાં પણ આ પ્રકારના નિયમો છે.