અમદાવાદ, તા.૧
રાજ્યમાં નવરાત્રી વેકેશનની તારીખોને લઈને ભાજપમાં જ વિવાદ ઊભો થયા બાદ અનેક શાળા-કોલેજોમાં અને વાલીઓમાં પણ આ વેકેશન મામલે વિરોધનો સૂર સાંભળવા મળ્યો છે ત્યારે નવરાત્રી વેકેશન મામલે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરાયો હતો. કોંગ્રેસના આગેવાનોએ DEO કચેરીમાં ઢોલ વગાડી આ વેકેશન મામલે આવેદનપત્ર પાઠવ્યો હતો તે સિવાય DEO કચેરીએ ગરબાની રમઝટ બોલાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી ડૉ. વિભાવરીબેન દવેએ નવરાત્રિ વેકેશનની જાહેરાત કર્યા બાદ શિક્ષણ મંત્રી શ્રી ચુડાસમાએ તારીખોમાં ફેરફાર કર્યો હતો. જો કે ત્યારબાદ પણ ગુજરાતમાં વિવાદ વકરતો જાય છે. નવરાત્રિ વેકેશન મામલે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના આગેવાનોએ DEO કચેરીમાં ઢોલ વગાડી આવેદનપત્ર પાઠવ્યું હતું. તે સિવાય હાથમાં પુસ્તકો લઇને પણ વિરોધ કરાયો હતો. સાથે જ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ ગરબાની રમઝટ પણ બોલાવી હતી. અગાઉ રાજકોટની ૪૦૦ જેટલી સ્કુલોના સંચાલકો દ્વારા નવરાત્રિ વેકેશનનો વિરોધ પણ કરવામાં આવી ચૂક્યો છે. કોંગ્રેસ દ્વારા નવરાત્રિ વેકેશન મામલે વિરોધ નોંધાવતા આગેવાનોએ જણાવ્યું કે તારીખ ૧૦થી ૧૭ સુધી વેકેશન જાહેર કરાતા વિધ્યાર્થીઓની પરીક્ષા જે ૧૮ અને ૧૯થી શરૂ થઈ રહી છે તેના પર મોટી અસર પડશે. આ અગાઉ મંગળવારના રોજ ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નવરાત્રિ વેકેશનની નવી તારીખની સત્તાવાર જાહેરાત કરી હતી. જે જાહેરાતમાં ૧૦ ઓક્ટોબરથી ૧૭ ઓક્ટોબર સુધી નવરાત્રિનું વેકેશન રહેવાનુ જાહેર કરાયું હતું.