(એજન્સી) ચેન્નાઈ, તા.ર૪
સિટીઝન કાનૂન (CAA)ના વિરોધમાં મદ્રાસ આઈઆઈટીના જર્મન વિદ્યાર્થીએ રેલીમાં ભાગ લીધા બાદ તેને દેશ છોડી ચાલ્યા જવા માટે કહેવામાં આવ્યું છે. ચેન્નાઈ ખાતે આવેલ આઈઆઈટીમાં ફિઝિકલ વિષયમાં માસ્ટર ડિગ્રી કરતાં જર્મનીના વિદ્યાર્થી જેકોબ લીન્ડથાલે સીએએ વિરૂદ્ધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. ત્યારબાદ તેને સંસ્થા દ્વારા દેશ છોડી દેવા જણાવ્યું હતું. જર્મન વિદ્યાર્થી જેકોબ સોમવારે રાત્રે ચેન્નાઈ હવાઈ મથકેથી વિમાન પકડી જર્મની રવાના થયો હતો. તે પહેલાં તેણે એક અંગ્રેજી અખબારને જણાવ્યું હતું કે, તેને દેશ છોડવા માટે મૌખિક સૂચના અપાઈ હતી. જે વિદેશી રીજીઓનલ રજિસ્ટ્રેશન ઓફિસ (એફઆરઆરઓ) દ્વારા અપાઈ હતી. લીન્ડથોલ બેંગ્લુરૂમાં એક સ્પોર્ટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા આવ્યો હતો. ત્યારે તેને એફઆરઆરઓ દ્વારા મોકલાયેલ ઈમેલ મળ્યો હતો. ત્યારબાદ તે સવારે ચેન્નાઈ પહોંચ્યો હતો. મારા કોર્સ કો-ઓડિનેટરે મને ઈમિગ્રેશન અધિકારીનો સંપર્ક કરવા જણાવ્યું હતું. જ્યાં તેની પૂછપરછ કરાઈ હતી. સીએએના વિરૂદ્ધ પ્રદર્શનમાં ભાગ લીધા બદલ સવાલ કરાયો હતો. ત્યારબાદ સ્ટુડન્ટ વીઝા નિયમોના ભંગ બદલ મને દેશ છોડવા જણાવ્યું હતું. ત્યારબાદ કમાલસામાન પેક કરી એરપોર્ટ ગયો. ત્યારબાદ વિમાન પકડી જર્મની રવાના થઈ ગયો. પ્રદર્શન કરનાર ચિંન્તાબાદ જુથે જર્મન વિદ્યાર્થી સાથે પોતાની સહાનુભૂતિ દર્શાવી હતી.